Site icon Gujarat Mirror

મોરબીના આઠ ઉદ્યોગકારો સાથે ખોટા દસ્તાવેજોના આધારે 1.62 કરોડની છેતરપિંડી

મોરબીના આઠ સિરામિક ઉદ્યોગકારોને ભારત સરકારની ICIGATE યોજના હેઠળ મળવાપાત્ર રૂૂ. 1,62,78,858નું વળતર ખોટા દસ્તાવેજોના આધારે ઉપાડી લેવામાં આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂૂ કરી છે.

વિદેશમાં ચીજવસ્તુઓની નિકાસ કરતા ઉદ્યોગકારોને ભારત સરકાર દ્વારા ICIGATE સ્કીમ મારફતે નિકાસ કરેલા માલની રકમ આધારિત વળતર આપવામાં આવે છે. મોરબીના યુવા ઉદ્યોગપતિ સહિત કુલ આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં આવી હતી.

અજાણ્યા ઠગબાજોએ ગુનાહિત કાવતરું રચીને ઉદ્યોગકારોની જાણ બહાર તેમના કીમતી દસ્તાવેજોનો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દુરુપયોગ કર્યો હતો. તેમણે ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને ICIGATE પોર્ટલમાં યુઝર આઈડી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ખોટા યુઝર આઈડી દ્વારા અન્ય ICIGATE યુઝર આઈડીમાં ટ્રાન્સફર કરીને કુલ રૂૂ.1,62,78,858ની છેતરપિંડી આચરવામાં આવી હતી.

મોરબીના પંચાસર રોડ પર આવેલા ધરતી પાર્ક, પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા દીપકભાઈ વલમજીભાઈ પાંચોટિયા (ઉંમર 36) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને સાક્ષીઓની પેઢીઓ તથા કંપનીઓ દ્વારા વિદેશમાં સિરામિક ચીજવસ્તુઓની નિકાસનો વ્યવસાય કરવામાં આવે છે. પોલીસે હવે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version