ગીરગઢડાના દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પથી 500 દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેના નિ:શુલ્ક ક્ધયા છાત્રાલયનો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો. અંદાજીત 20 કરોડના ખર્ચે, 25 વિઘા જમીનમાં દિકરીઓ માટે શ્રેષ્ઠ આવાસ, રમતગમત માટે આધુનિક સુવિધા સંપન્ન ગ્રાઉન્ડ તૈયાર થશે.
ચાર માળના આ ભવનમાં દિકરીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેમા પ્રાર્થના હોલ, ડાઈનિંગ હોલ, વાંચનાલય, મેડીકલ રુમ, કલાકેન્દ્રો માં બ્યુટી પાર્લર, જ્વેલરી ડીજાઈન, ભરત તથા નૃત્ય કલા રુમ, સંગીત રુમ, આઈ ટી રુમ જેવી અનેકવિધ સુવિધા સંપન્ન બનશે આ ભવન .વર્તમાન અને ભવિષ્યની પેઢીના ફાયદા માટે દિકરીઓમાં સંસ્કાર યુક્ત શિક્ષણ ખુબ જરૂૂરી છે. એમાં પણ ગુજરાત ના છેવાડાના વિસ્તારોમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ અને સુવિધાની અછત છે વર્તાઈ રહી છે ત્યારે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની દિર્ઘદ્રષ્ટિના ફળ સ્વરૂૂપે આવું ઉત્તમ સંકુલ નિર્માણ પામ્યું જ્યાં દીકરી માટે સંસ્કાર, સુવિધાઓ અને સંરક્ષણનો પુરો વિશ્વાસ મળે છે.આ તકે પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસ, જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, આફ્રિકાના ઉદ્યોગપતિ આર. ડી. વરસાણી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જીલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠીયા, કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં સોરઠ પંથકના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

