Site icon Gujarat Mirror

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં ભૂકંપ, 7 સભ્યોના રાજીનામા

જો કે બીસીબીના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામનો પદ પરથી હટવા ઇન્કાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એટલે કે BCBમાં ભારે અફરા-તફરીની સ્થિતિ જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં નવી સરકાર બન્યા બાદથી જ બોર્ડના અનેક સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. 25 સભ્યો પૈકી 7 સભ્યોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ પૈકી 4 વ્યક્તિએ શનિવારે બોર્ડની બેઠક બાદ રાજીનામું આપી દીધુ હતુ. BCBના અધ્યશ્ર અમીનુલ ઈસ્લામે તેમના પદ પરથી હટવાનો ઈન્કાર કર્યો છે.

ઈસ્લામના કાર્યકાળમાં બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધ ખૂબ જ ખરાબ રહ્યા હતા. ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડએ બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો ઈન્કાર કર્યો હતો, જે વર્ષ 2025માં યોજાવાનો હતો.આ ઉપરાંત તેમણે ટી-20 વર્લ્ડકપ 2026થી પોતાનું નામ પાછું ખેંચી લીધુ હતું. આ તમામ ઘટના અમીનુલના કાર્યકાળમાં થયેલી હતી. બીજીબાજુ નવી સરકાર બન્યા બાદ BCB ભારત સાથે તેના સંબંધ સુધારવા તરફ આગળ વધી રહી છે. તેને લીધે કેટલાક સભ્યોએ રાજીનામાં આપી દીધા છે, જોકે ઈસ્લામે તેને લઈ ઈન્કાર કર્યો છે.

Exit mobile version