ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, ગોંડલના પ્રતિનિધિ પ્રદિપસિંહ જાડેજા (મસીતાળા), મોરબીના પ્રતિનિધિ પી પી જોશીની સંયુક્ત યાદી જણાવે છે કે કેટલાક ડ્રાઇવર, કંડક્ટરો માધાપર ચોકડીના બસ સ્ટેશન, સેટેલાઈટ બસ સ્ટેશન, મોરબીના જુના બસ સ્ટેશનમાં બસ રાત્રે કોઈ મુસાફર હોય કે ન હોય જવું ફરજિયાત હોવા છતાં બસ જતી નથી.
ગઈકાલે સવારે મોરબી હાઉસિંગ ખાતે એક લેડી એડવાન્સ બુકિંગમાં ટિકિટ બુક કરાવી હતી અને ભચાઉ જવાનું હોય ત્યારે ગોંડલ ડેપો ની ગુર્જર નગરી બસ નંબર GJ-18-Z T1232 ગોંડલ થી ભુજ રૂૂટની બસ મોરબી હાઉસિંગ આવતી નથી. આ બસ માં ડ્રાઇવરો અને કંડક્ટરો અલગ અલગ હોય કોઈ ફિક્સ ડાઈવરો કે કંડક્ટરો ચાલતા નથી જે પગલે બે થી ત્રણ દિવસે એકાદ વાર વર્ષો જુના મોરબી હાઉસિંગના સ્ટોપે બસ આવતી નથી અને મોરબી હાઉસિંગ નો સ્ટોપ ઠેકાડી દેવામાં આવે છે. જે પ્રકારની ફરિયાદ ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા ને મળતા તેઓએ ગોંડલ ડેપો મેનેજર સાથે મોરબી અને ગોંડલના સમિતિના પ્રતિનિધિઓ સાથે આ બાબતે મોબાઈલ દ્વારા વાત કરી અને યોગ્ય કરવા અપીલ કરી હતી.
ડેપો મેનેજર સાથેની વાતચીતમાં ડેપો મેનેજરે જણાવ્યું કે આજે બસ હાઉસિંગ આવી છે કે નથી આવી ત્યારે ફરિયાદી લેડી મુસાફરે કહ્યું હતું કે આજે પણ બસ આવી નથી. જે પગલે ગજેન્દ્રસિંહે ડેપો મેનેજરને જણાવ્યું કે આ બાબતે નિયમ મુજબ કાર્યવાહી કરશો. જે પગલે ડેપો મેનેજર દ્વારા આજરોજ ગોંડલ ભુજના ડ્રાઇવર વનરાજસિંહ વાળા બેજ નંબર 24447 પહોંચ નંબર 271965 અને કંડકટર જયરાજભાઈ ધાંધલ બેજ નંબર 06 વોચ નંબર 271964 થી મોરબી હાઉસિંગ ન જતા 100 ₹ (અંકે સો રૂૂપિયા) દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. રોજિંદા મુસાફર કરનાર મુસાફરને અગવડતા પડે તો કંડકટર પાસેની ફરિયાદ બુક અથવા કંટ્રોલરૂૂમમાં ફરિયાદ બુકમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન મુસાફરોને નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ ફરિયાદ કરવાની અને એ ફરિયાદની કોપી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પ લાઈન નંબર 9426229396 પર મોકલી આપવા ઉપરોક્ત આગેવાનોએ અપીલ કરી છે.

