Site icon Gujarat Mirror

ઢોસા હાઉસ રેસ્ટોરન્ટ મંજૂરી વગર ચાલુ કરી દેવાતાં ફરી સીલ

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા ઢોસા હાઉસ ને મહાનગર પાલિકાના તંત્ર ની મંજૂરી વગર પુન: શરૂૂ કરી દેવામાં આવ્યું હતું, જે અંગે ની માહિતી મળતાજ આજે મહાનગરપાલિકા દ્વારા તેને ફરી થી બંધ કરાવવા આવ્યું હતું, અને સીલ લગાવી દેવાયું હતું.

જામનગર શહેરમાં રણજીતસાગર માર્ગે સુભાષ પાર્ક પાસે ઢોસા હાઉસ નામના રેસ્ટોરન્ટ ને રાજકોટ ના અગ્નિ કાંડ સમય માં જરૂૂરી સુવિધા અને મંજૂરી ન અભાવે સીલ કરવામાં આવ્યું હતું. જે રેસ્ટોરન્ટની બાંધકામની પણ મંજૂરી નથી, તેમ જ ફાયર નું એનઓસી મેળવાયું ન હોવાના કારણે સીલ કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી દુકાન માલિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કે અમારે દુકાન ચાલુ નથી કરવી માત્ર માલ કાઢવા માટે સીલ ખોલવા આવે. આથી તેઓની વિનંતી થી મહાનગર પાલિકા દ્વારા સીલ ખોલી આપ્યા પછી દુકાન માલિક ને તેવું લાગ્યું કે હવે આ પ્રકરણ ઠંડુ પડી ગયું છે. તો ફરી થી વગર મંજૂરી એ ઢોસા હાઉસ ને ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

આ અંગે ની જાણ જામનગર મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા અને ફાયર શાખા ને થતાં આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી અને તેમની ટીમ ઉપરાંત ફાયર વિભાગની ટુકડી ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી, અને રેસ્ટોરન્ટને પુન: સીલિંગ કરવામાં આવ્યું હતું.

Exit mobile version