Site icon Gujarat Mirror

ચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં પહોંચ્યા હતા. તેઓ આ મહિનાની શરૂૂઆતમાં અહીં પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારના પીડિતોને મળ્યા હતા. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી શનિવારે સવારે જમ્મુ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા પૂંછ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરહદ પારથી થતા ગોળીબારથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શોકગ્રસ્ત પરિવારોને મળ્યા હતા. કોંગ્રેસ નેતાએ અહીં શાળાના બાળકો સાથે પણ વાતચીત કરી અને તેમનું મનોબળ વધાર્યું. તેમની સાથે જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કારા પણ હાજર હતા.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પૂંછની એક શાળાની મુલાકાત લીધી અને સરહદ પારથી પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેણે કહ્યું, પહવે, તમે ભય અને થોડી ડરામણી પરિસ્થિતિ જોઈ લીધી છે.

પણ ચિંતા કરશો નહીં, બધું સામાન્ય થઈ જશે.થ આ સમસ્યાનો સામનો કરવાની તમારી રીત એ હોવી જોઈએ કે તમે સખત અભ્યાસ કરો, સખત રમો અને શાળામાં ઘણા બધા મિત્રો બનાવો. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કરાએ રાહુલ ગાંધીની પૂંછ મુલાકાત અંગે કહ્યું, સૌથી વધુ નુકસાન પૂંછમાં થયું છે. રાહુલ ગાંધી ગોળીબારથી પ્રભાવિત લોકોને મળ્યા અને તેમના ઘરોને થયેલા નુકસાનનો પણ ખ્યાલ રાખ્યો.

Exit mobile version