જામનગરમાં ડોગ લવર્સ રસ્તા પર ઉતર્યા

જામનગર શહેરમાં એનિમલ લવર્સે સ્ટ્રીટ ડોગ્સ માટે વિશેષ જાગૃતિ અભિયાન શરૂૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આ મુહિમ વેગવંતી બની છે. શહેરની પશુપ્રેમી…

જામનગર શહેરમાં એનિમલ લવર્સે સ્ટ્રીટ ડોગ્સ માટે વિશેષ જાગૃતિ અભિયાન શરૂૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આ મુહિમ વેગવંતી બની છે. શહેરની પશુપ્રેમી સંસ્થાઓના સભ્યોએ બેનર અને પોસ્ટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે આવારા નહીં, હમારા છે નો સૂત્રોચ્ચાર કર્યો છે. એનિમલ લવર્સે શેરી-ગલીના કૂતરાઓ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનું પાલન કરવાની માંગ કરી છે.

આ ગાઈડલાઈન્સ મુજબ સ્ટ્રીટ ડોગ્સનું રસીકરણ અને નસબંધી કરવી જરૂૂરી છે. ઓપરેશન બાદ તેમને તેમના મૂળ સ્થળે છોડી દેવાના રહેશે. કાર્યકર્તાઓએ માંગ કરી છે કે જે કૂતરાઓ લોકોને કરડ્યા હોય, તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. તેમણે મૂંગા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવાની પણ અપીલ કરી છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે આપણે આ નિ:સહાય પ્રાણીઓનો અવાજ બનવું જોઈએ.