1 લાખની હોલમાર્ક જ્વેલરીની ખરીદી પર 1 લાખની હોલમાર્ક જ્વેલરી ફ્રી: રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ
રાજકોટની સુપ્રસિદ્ધ જ્વેલરી બ્રાન્ડ દિવ્યત્વ જ્વેલ્સ ઍલ.ઍલ.પી. દ્વારા સૌરાષ્ટ્રની ઘરેણાં-પ્રિય જનતા માટે “એક પેટીમાં બે પેટી” નામની એક અત્યંત આકર્ષક અને અભૂતપૂર્વ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તા. 07/04/2026 ના રોજ યોજાયેલી એક વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં આ નવીનતમ અને ગ્રાહકોના હિત માટે ઘડાયેલી સ્કીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં બહોળી સંખ્યામાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.”કોઈપણ બિઝનેસમાં સુપરહિટ થવા માટે જનહિત માટે કામ કરવું પડે” બરાબર આજ માઈન્ડસેટ સાથે વર્ષ 2025 માં નવરાત્રીના પાવન અવસરે દિવ્યત્વ જ્વેલ્સ લોકો સમક્ષ આવ્યું હતું. ગ્રાહકોને જ્વેલરી ખરીદતી વખતે બજેટ, કલેક્શન કે ડિઝાઇનની કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી અગાઉ “તમને ચિંતા આપતા સોનાના ભાવને જોઈ લેશું” કેમ્પેઇન શરૂૂ કરાયું હતું. જેમાં બજારમાં ચાલતા સોનાના ભાવ કરતા ઐતિહાસિક 3000 જેટલા ઓછા ભાવે જ્વેલરીની વિશાળ રેન્જ પૂરી પાડી હતી. બજેટમાં આ મોટી રાહતની સાથે જ્યારે લોકોને ઉત્તમ ક્વોલિટીની ખાતરી મળી, ત્યારે ગ્રાહકોનો ઉત્સાહ અને બ્રાન્ડ પ્રત્યેનો વિશ્વાસ બમણો થઈ ગયો.
ખૂબ જ ટૂંક સમયમાં ગ્રાહકોના હૃદયમાં સ્થાન જમાવી ચૂકેલા દિવ્યત્વ જ્વેલ્સ ઍલ.ઍલ.પી. ના ડિરેક્ટર શ્રી પ્રવીણભાઈ સગપરીયા, શ્રી પ્રવીણભાઈ કોટડીયા અને શ્રી રૂૂષિલભાઈ સગપરીયાએ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.
આ નવી સ્કીમની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, “આ કોઈ સામાન્ય કે લોભામણી ઓફર નથી, પરંતુ અત્યંત રિસર્ચ બાદ જનહિતને ધ્યાનમાં રાખીને બનાવેલી સ્કીમ છે. આ અંતર્ગત ગ્રાહકોને એક લાખની હોલમાર્ક જ્વેલરીની ખરીદી પર એક લાખની હોલમાર્ક જ્વેલરી બિલકુલ ફ્રી આપવામાં આવશે.” વિશેષ વાત એ છે કે આ સ્કીમ દિવ્યત્વ જ્વેલ્સમાં ઉપલબ્ધ દરેક જ્વેલરી પર લાગુ પડશે, જેથી ગ્રાહકો કોઈપણ જાતની જિજક વિના આ સ્કીમનો પૂરેપૂરો લાભ લઈ શકે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપતા સંચાલકોએ સોનાના સતત વધતા ભાવ વચ્ચે પણ સામાન્ય જનતાને વધુને વધુ ફાયદો કઈ રીતે કરાવી શકાય તે અંગે પોતાનો દૂરંદેશીભર્યો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. દિવ્યત્વ બ્રાન્ડ પોતાના ગ્રાહકોનું કેટલી કાળજીપૂર્વક અને વિશેષ ધ્યાન રાખે છે, તેનું આ સ્કીમ એક જીવંત ઉદાહરણ છે.
અંતમાં, દિવ્યત્વ જ્વેલ્સ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આ ઐતિહાસિક સ્કીમનો લાભ લેવા શોરૂૂમ ખાતે પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

