આવાસ, બાંધકામ, દબાણ હટાવ, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા સહિતના પ્રશ્ર્નો રજૂ થયા
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં તા.15-11-2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્નો/રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યો માટે ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગત ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત કરી શકે છે. સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથીસાંસદ સભ્ય અને ધારાસભ્યઓને યોગ્ય જાણકારી મળી રહે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોર્ટલ/ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેના થકી કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્ન/રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગે સ્ટેટસ પણ જાણી શકાશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવવામાં આવેલ ઇ-સંકલન પોર્ટલમાં ખઙ-ખકઅઓ દ્વારા કરવામાં આવતી રજુઆતો અંગે સત્વરે સંબંધિત શાખા અધિકારીને મેસેજ દ્વારા જાણકરી મળે છે તેમજ અધિકારી દ્વારા લગત રજુઆતો/પ્રશ્નના પ્રત્યુત્તર અપલોડ કર્યાની સાથે જ સંબંધિત એમપી-એમએલએને મેસેજ દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ શકે છે.
સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા આવાસ ટેકનીકલ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા અને ટાઉન પ્લાનીંગ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ટાઉન પ્લાનિંગ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, બાંધકામ શાખા, લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ દ્વારા બાંધકામ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ગાર્ડન શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ. ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો/રજુઆતોનો સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

