Site icon Gujarat Mirror

જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કરતા જલાબાપાના ભક્તો

સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ શ્રી જલારામ બાપા વિષે કરેલા વિવાદિત વિધાનોનાં પગલે રઘુવંશી સમાજ સહિતના ભકતગણમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે આજે સવારે રાજકોટમા ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સામે કેટલાક ભકતોએ જ્ઞાન પ્રકાશ સ્વામીનુ પૂતળુ બાળી આક્રોશ વ્યકત કર્યો હતો. પોલીસે સ્થળ પર દોડી જઇ બે મહિલા સહિત 16 લોકોની અટકાયત કરી હતી.

Exit mobile version