Site icon Gujarat Mirror

ગ્રેજ્યુએશન કર્યુ છતાં પણ સારો પગાર નહીં મળતા યુવાનનો કટરથી ગળું કાપી આપઘાત

નાનમવા રોડ મેધમાયાનગરનો બનાવ, જમવા સમયે પરિવારજનો બોલાવવા ગયા ત્યારે યુવાન લોહીલુહાણ હાતલમાં પડ્યો હતો

ચંદ્રેશનગર મેઈન રોડ પર મેઘમાયાનગરમાં રહેતાં રોહિત પ્રકાશભાઈ વોરા (ઉ.વ.23)એ આજે રાત્રે ઘરે ગળામાં કટ્ટર ફેરવી જિંદગી ટુંકાવી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.ગ્રેજયુએશન કરેલા રોહિતને સારા પગારધોરણમાં નોકરી મળતી ન હોવાથી નાસીપાસ થઈ આત્મઘાતી પગલું ભરી લીધાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મેઘમાયાનગર શેરી નં.5માં રહેતાં રોહિત વોરા રાત્રે તેના રૂૂમમાં હતો ત્યારે ગળા પર કટ્ટર ફેરવી આપઘાત કરી લીધો હતો. રાત્રે જમવાનો સમય થતાં તેના પરિવારજનો તેને બોલાવવા ગયા હતા. પરંતુ દરવાજો બંધ હોવાથી ખટખટાવ્યો હતો. જે રોહિતે નહીં ખોલતાં દરવાજો તોડીને અંદર જોતાં તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

108ને જાણ કરાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માલવીયાનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડયો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે રોહિત બે ભાઈમાં મોટો હતો. નાના ભાઈ અભ્યાસ કરે છે. પિતા એલઆઈસી એજન્ટ છે. રોહિતે બીકોમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.અભ્યાસ બાદ તે નોકરીની શોધમાં હતો. અનેક સ્થળે પ્રયત્નો કર્યા હતા. પરંતુ નોકરીમાં પગાર ધોરણ સરખું મળતું ન હતું. જેના કારણે તે નાસીપાસ થઈ ગયો હતો. અને થોડા સમયથી ગુમસુમ રહેવા લાગ્યો હતો.બાદમાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.આ મામલે માલવીયા નગર પોલીસે કાગળો કર્યા હતા.

Exit mobile version