દશામાના વ્રતની ઉજવણી બાદ મૂર્તિઓની અવદશા

શ્રદ્ધાના પ્રતિક સમાન દશામાના વ્રતની ઉજવણી બાદ રાજકોટમાં દશામાની પ્રતિમાઓની અવદશા જોવા મળી હતી. શહેરમાં દશામાની મુર્તિના વિસર્જન માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી…

શ્રદ્ધાના પ્રતિક સમાન દશામાના વ્રતની ઉજવણી બાદ રાજકોટમાં દશામાની પ્રતિમાઓની અવદશા જોવા મળી હતી. શહેરમાં દશામાની મુર્તિના વિસર્જન માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી લોકોએ આજીડેમ સહિતના સ્થળોએ દશામાની મુર્તિઓ રઝળતી મુકી દીધી હતી. આજીડેમના કાંઠે મુકેલી પ્રતિમાઓ આસપાસ કચરો અને ગંદકી પણ જામ્યા હતા અને કેટલીક પ્રતિમાઓ ખંડિત થઈ જતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. (તસ્વીર : મુકેશ રાઠોડ)