Site icon Gujarat Mirror

રામેશ્ર્વર નગરમાં કપાતમાં આવતા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી ડી.પી. કપાત ની કામગીરીના ડિમોલેશન કાર્ય દરમિયાન ગાંધીનગર વિસ્તારમાં તેમજ રામેશ્વર નગર વિસ્તારમાં બે ધાર્મિક સ્થળો આવી જાય છે. જે બન્ને ધાર્મિક સ્થળો માં પણ કપાત કરવાની હોવાથી બંને ધાર્મિક સ્થળના સંચાલકો-વ્યવસ્થાપકો વગેરેની હાજરીમાં અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું. જે એક સ્થળે રોડ માટે ડી.પી. કપાત ને અનુરૂૂપ સંપૂર્ણ ધાર્મિક સ્થળ વાળી જગ્યા ખુલ્લી કરાવી લેવામાં આવી છે. જયારે બીજા સ્થળે અડધો હિસ્સો કપાતમાં આવતો હોવાથી તેટલો હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે, અને કોઈ પણ પ્રકારના વિરોધ વિના કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે.

Exit mobile version