મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વોએ સરકારી જમીન પર કરેલા દબાણો હટાવવામાં આવ્યા હતા પોલીસના બંદોબસ્ત વચ્ચે 350 ચોરસ મીટર જગ્યા પરના દબાણો હટાવવામાં આવ્યા છે. મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં વાલજી ઉર્ફે વાલીઓ જીંજવાડિયા અને મનસુખ હના ચાવડા નામના બે અસામાજિક તત્વોએ ગેરકાયદે મકાન બનાવ્યા હતા કુલ 350 ચોરસ મીટર જગ્યા પર દબાણો કરવામાં આવ્યા હતા જેથી આજે રેવન્યુ વિભાગ અને પોલીસ દ્વારા ડીમોલીશન કામગીરી કરવામાં આવી હતી અસામાજિક તત્વોએ કરેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલીશન કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. (તસવીર: સંદિપ ઓરિયા)
મોરબીમાં બે અસામાજિક શખ્સના મકાનનું ડિમોલિશન

