Site icon Gujarat Mirror

દ્વારકા સુદામા સેતુ પાસે બાંધકામોનું ડિમોલિશન

યાત્રાધામ દ્વારકામાં આજે સયૂક્ત તંત્રની ટીમ દ્વારા જગત મંદીર નજીક સુદામાસેતું પુલ સામે આવેલ સાર્વજનીક જગ્યામાં એક ગેરકાયદે પાકી દુકાનનું ખડકી દેવામાં આવી હોવાનું પાલીકા તંત્રને ધ્યાને આવતા પાલીકાએ અંદાજીત 15 દિવસ પહેલા દુકાન માલીકને સરકારી જગ્યા ખાલી કરવા નોટીસ પાઠવી હતી.

આજદિન સુધી માલિકે જગ્યા ખાલી ન કરતા આજ સાંજે અચાનક પાલીકા તંત્ર પાલીસ ટીમ સાથે ધટ્ના સ્થળે જેસીબી અને ટેક્ટરો લૈઇ ગેરકાયદે દુકાનું ડીમોલેશન કરવા પહોચી આવ્યા હતા.

જ્યારે દુકાનમાં હેન્ડીગ્રાફના સામાનથી ભરચક હોય ત્યારે થોડાસમય સુધી દુકાન સંચાલક અને ચિફ ઓફિસર વચ્ચે તુ.તુ. મેમે થૈઇ હતી. તુંરત દ્વારકા ડીવાય એસપી અને પ્રાંત અધિકારી પહોચી આવતા દુકાન સંચાલક થોડો સમય આપી હેન્ડીગ્રાફનો માલ સામાન કાઠવા મુદત દૈઇ બાદમાં દુકાન ખાલી કરાવામાં આવી હતી.

ત્યારબાદ ભરચક વિસ્તારમાં દુકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. અને અંદાજીત સાર્વજનીક ચારસો ફુટ જગ્યા ખાલી કરવામાં આવી હતી. સુદામાંસેતું અને આસપાસ ગોમતીધાટ શહેરના હાઇવે ઉપર અસંખ્યા સરકારી જગ્યામાં ભુંમાફિયાઓના દબાણો હોવાથી તંત્ર ક્યારે સરકારી જગ્યા ખુલ્લી કરશે તે સૌની મિડ મંડાઇ રહી છે.

Exit mobile version