જામનગર શહેર ના રામેશ્વર નગર નજીક નવજીવન સોસાયટી માં જૂનું પંપિંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસ ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા આજે ડિમોલેશન કરવામાં આવી હતી. આ સમયે વોર્ડના કોર્પોરેટર જ્યેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ) , જયરાજસિંહ જાડેજા., વોર્ડ ના ભાવિશાબેન ધોળકિયા , મનદીપસિંહ જાડેજા સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મિલકતો બિન ઉપયોગી અને લોકો ને નડતર રૂૂપ હોવા અંગે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જ દૂર કરવા માટે ની રજૂઆત કરવામાં આવી હતી.
જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન

