Site icon Gujarat Mirror

સુભાષ બ્રિજ પર ચાર દુકાનોનું ડિમોલિશન

જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો ફલાયઓવર નિર્માણાંધીન છે, અને હાલ તેની કામગીરી અંતિમ તબક્કામાં છે. દરમિયાન સુભાષ બ્રિજ પાસે રોડની કપાતમાં આવતી ચાર દુકાનો ને દૂર કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમાની પાછળના ભાગમાં આવેલી ચાર દુકાનો કે જેનું ગઈકાલે બપોરે લાઈન દોરી મુજબ ડીમોલેશન કર્યું હતું, અને કપાતમાં આવતી દુકાનો નો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો.
જોકે બાકીનો ભાગ જોખમી હોવાથી જગ્યા ના માલિકો દ્વારા પોતાની જાતે જ ગઈકાલે રાત્રે બાકીના હિસ્સાનું ડિમોલેશન કરી લેવામાં આવ્યું હતું, અને હાલ તમામ જગ્યા ખુલ્લી થઈ ગઈ છે.

Exit mobile version