જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રંગમતી નાગમતી નદીના પટ સહિતના કેટલાક વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તથા ડીપી કપાત સહિતના 917 દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, અને 19 લાખ ફૂટ જગ્યા ખુલી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશન ડી. એન. મોદી એ આજે પત્રકાર પરિષદમાં ગેર કાયદે દબાણો દૂર કરવા અંગે ની કામગીરી સંબંધીત વિગતો આપતાં જણાવ્યું હતું કે, સોનલ નગર પાસે ટીપી સ્કીમ માં કરાયેલા દબાણ દૂર કરાવી ને રૂૂ.20.52 કરોડ ની બજાર કિંમત ધરાવતી 33,638 ચોરસ ફૂટ જગ્યા ખાલી કરાવાઈ હતી. મહા પ્રભુજી બેઠક સામે ટીપી સ્કીમ નંબર -2 ની 38 કરોડની કિંમતની 1,26,495 ફૂટ જમીન માં ખડકાયેલા 50 ગેર કાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઢીચડા માર્ગે 13000 ફૂટ જગ્યામાં થયેલું એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જ્ઞાન શક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીમાં 30 મીટરના ડીપી રોડની અમલવારી માટે નડતરરૂૂપ 28 દબાણો દૂર કરાવી 41,170 ફૂટ જમીન ખુલી કરાવાઈ હતી.
પટણી વાડ બહારના વિસ્તારમાં 47 દબાણ તોડી પાડી રૂૂ.15.50 કરોડની કિંમતની 61,698 ચોરસ ફૂટ જગ્યા ખૂલ્લી કરાવી હતી. કાલાવડ નાકા બહાર રંગમતી નદી નજીકના વિસ્તારમાં 45 મિલકતો તોડી પાડીને 61,655 ફૂટ જગ્યા દબાણ મુક્ત કરાવવામાં આવી હતી. લાલપુર બાયપાસથી ઘાંચીની ખડકી સુધીમાં 33 દબાણો તોડી પાડી 66864 ફૂટ જગ્યા, મારું કંસારાની પાછળ રંગમતી નદી વિસ્તારમાં 29 દબાણો દૂર કરીને 1,00,700 ફૂટ.જગ્યા ખાલી કરાવી છે. અન્નપૂર્ણા માતાજીના મંદિર પાછળના વિસ્તારમાં 17 દબાણો તોડી પાડીને 2, 27, 152 ફૂટ જગ્યા, નવ નાલા પાસે અપસ્ટ્રીમ વિસ્તાર માં 22 દબાણો દૂર કરીને 22080 ફૂટ જગ્યા, સોનાપુરીથી ગાંધીનગર સુધીના 12 મીટર ડી પી રોડ ની અમલવારી માટે 350 દબાણો દૂર કરીને 451920 ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. ઉપરાંત બચુ નગર વિસ્તારમા 294 દબાણો દૂર કરીને 7,12,328 ચો.ફૂટ રૂૂ.185 કરોડની જગ્યા મુક્ત કરાવી હતી. આમ કુલ 917 દબાણો તોડી પાડીને રૂૂ.259.02 કરોડની કિંમતની 19 લાખ 19 હજાર ફૂટ જગ્યા ખાલી કરાવી દેવામાં આવી છે.
કમિશનર દ્વારા વધુમાં જણાંવવામાં આવ્યું હતું કે જલારામ નગરની જગ્યા દબાણ મુક્ત કરવા વિચાર કરવામાં આવશે. ઉપરાંત વ્હોરાના હજીરા થી અંદર સુધીના વિસ્તારમાં પણ દબાણ હટાવવામાં આવશે. તથા નાગમતી નદીના વહેણને અવરોધતા દબાણો પણ દૂર કરવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં કમિશનરની સાથે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની તથા એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

