Site icon Gujarat Mirror

મોરબીમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે 27ને છ લેન બનાવવા માંગ

વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉધોગમાંથી 27 નંબર નો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક 8000 ટ્રકની આતાયાત થાય છે. વાર્ષિક 60 હજાર કરોડ નુ ટર્નઓવર ધરાવતા સિરામિક ઉધોગની ગતિશક્તિ અવરોધાય છે. હાલ માં ફોરલેન રોડની જગ્યા એ 6 લેન રોડની જરૂૂરિયાત છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખો મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, સંદીપભાઈ કુંડારીયા અને અજયભાઈ મારવણીયાએ રજુઆતમાં જણાવ્યું છે કે,નેશનલ હાઇવે ઓથોરિટી અને નિતીન ગડકરીજીને રજુઆત કરી છે કે, માળીયાથી વાંકાનેર સર્વિસ રોડ ની ગટર ની સફાઇ આજ દિન સુધી થયેલી નથી. જેના લિધે વરસાદી પાણી રોડ પર ફરી વળે છે તેથી સારો અને ટકાઉ રોડ ની આવડદા ઘટી ને તુટી જાય છે અને ટ્રાફિક ના પ્રશ્નો ઉભા થાય છે. સિરામિક ટાઇલ્સ માટી માંથી બનતી હોય ટાઇલ્સ માં બ્રેકેજ આવે છે.

ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વારા આવતા દિવસો માં આ ખાડા વારા રોડ ને લિધે રોડ નહી તો ટોલ નહી એવા સુત્રો સાથે હળતાલ કરશે તેવી વાતો વહેતી થઇ છે. માટે ત્વરિત આ ગટર ની સફાઇ તથા રોડ ની મરામત તાત્કાલિક કરે તેવી અમારી માંગણી છે.

Exit mobile version