પાંચથી વધુ વિધર્મીઓએ મિલકત ખરીદી કરતા રહીશો દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
રાજકોટ શહેરનાં કેટલાક સંવેદનશીસ વિસ્તારમા વિધર્મીઓની વસ્તી વધતા આવા વિસ્તારોનો વહીવટી તંત્ર દ્વારા અશાંતધારા હેઠળ સમાવેશ કરવામા આવ્યો છે હજુ પાંચ જેટલા વિસ્તારોમા વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદી કરતા પાંચ સોસાયટીનાં રહીશો દ્વારા કલેકટરને આવેદન પાઠવી અશાંતધારો લાગુ કરવા માંગ કરી છે.
કલેકટરને કરેલી રજુઆતમા જણાવ્યુ છે કે સોસાયટી વિસ્તારની આસપાસ ઢેબર કોલોની, હસનવાડી , બાબરીયા કોલોની વિસ્તારો આવેલ છે જે વિસ્તારોમા મુસ્લીમ વસ્તી વધુ પ્રમાણમા છે તાજેતરમા ગોપાલનગર શેરી નં 4 તથા પ મા પાંચથી સાત મુસ્લીમ પરીવારો દ્વારા મકાન ખરીદ કરવામા આવેલ છે. જે ઉંચી કિમત દ્વારા મકાન ખરીદ કરેલ છે જેથી આ વિસ્તારોની શાંતી જોખમાય તેવી પુરેપુરી શકયતાઓ નકારી શકાય તેમ નથી અમારી સોસાયટી વિસ્તારમા તાત્કાલીક અસરથી અશાંત ધારો લાગુ કરવો.
ભવિષ્યમા જો તેઓની વસ્તી આ વિસ્તારમા વધી જશે તો વાતાવરણને ખુબજ ગંભીર પ્રકારનુ નુકશાન થશે. તેવી પુરેપુરી શકયતાઓ થઇ શકે. જેથી રેકર્ડથી ખાત્રી કરી ગોપાલનગર, શ્રમજીવી સોસાયટી, ગીતા નગર, ઢોલરીયા નગર વિસ્તારોને અસર થવાની શકયતાઓ હોય જેથી આ વિસ્તારમા અશાંતધારા લાગુ કરવા આપનાં સ્તરેથી તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામા આવે . તાજેતરમા જ મુસ્લીમ જ્ઞાતીનાં લોકો દ્વારા ગોપાલનગર શેરી નં 4 તથા પ મા પ્રવેશ કરી ચુકેલા છે જેથી હવે કોઇ બીજા રહીશો ભોગ બને તે પહેલા તાત્કાલીક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ કરી હતી .

