દોરાના કાચા માલની અછત અને ભાવવધારાના કારણે ફીરકીમાં ₹100થી ₹150નો ભાવવધારો
તલ, ચીકી અને ઊંધિયાની લિજ્જત માણવા સાથે પતંગો ઉત્સવ ઉજવવા રાજકોટવાસીઓ તૈયાર
ઉત્તરાયણ નજીક આવતાં રાજકોટનું સદર બજાર બન્યું રંગીન,સવારથી સાંજ સુધી ખરીદદારોની ભીડ
પતંગ રસિયાઓનો માનીતો તહેવાર એટલે મકરસંક્રાતિ આવતીકાલે ઉજવવામાં આવનાર છે. ત્યારે રાજકોટની બજારમાં પતંગ અને દોરાનું માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે ગત વર્ષની સરખામણીમાં કાચા માલના ભાવ વધારાના કારણે આ વર્ષે પતંગ અને દોરાના ભાવમાં 40% જેટલો વધારો જોવા મળી રહ્યો છે સંક્રાંતિની સ્પેશિયલ ચીકી બજારમાં પણ અવનવી વેરાઈટી જોવા મળી રહી છે આ વર્ષે ચીકીનું બજાર 10 કરોડ સુધી પહોંચે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે જીંજરાના ભાવ પણ આ વર્ષે વધી ગયા છે. અંદાજ મુજબ આ વર્ષે રાજકોટમાં મકરસંક્રાંતિ દરમિયાન કુલ મળીને આશરે 50 કરોડથી વધુનો વેપાર થવાની સંભાવના છે.
રાજકોટમાં મકરસંક્રાંતિ પૂર્વે બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પતંગ, દોરા અને મકરસંક્રાંતિના ખાસ ખાદ્ય પદાર્થોથી લઈ નાના વેપારીઓ સુધી સૌના ચહેરા પર ખુશી છવાઈ છે. આ તહેવાર સાથે રાજકોટના વેપાર જગત માટે મોટી કમાણીની તક પણ આવી છે. શહેરના મુખ્ય બજારો જેમ કે સદર બજાર, પરા બજાર, ગુંદાવાડી, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ અને જુબિલી માર્કેટમાં પતંગોનું બજાર ધમધમતું જોવા મળી રહ્યું છે. રંગીન પતંગો, ડિઝાઇનર પતંગો, કાર્ટૂન પતંગો અને ખાસ કરીને બાળકો માટેની નવી પતંગોની ભારે માંગ છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે પતંગના ભાવમાં ખાસ વધારો નથી, જેના કારણે વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
માત્ર પતંગ જ નહીં, દોરાનો બજાર પણ તેજી લઈ રહ્યો છે. સાદા દોરા ઉપરાંત મનીલા દોરા અને ખાસ રંગીન દોરાની માંગ વધી છે. સુરક્ષા અંગે લોકો વધુ સચેત બની રહ્યાં હોવાથી ચાઈનીઝ દોરાની બદલે સુરક્ષિત દોરા તરફ વલણ વધી રહ્યું છે. તેમજ ચાઇનીઝ તુક્કલને બદલે આ વર્ષે એલઈડી લેમ્પ વાળા ફાનસ બઝારમાં આવ્યા છે. હવે ગ્રાહકો ગુણવત્તા પર વધુ ભાર મૂકી રહ્યા છે. મકરસંક્રાંતિનો તહેવાર વાંસની બાસ્કેટ વિના અધૂરો છે. રાજકોટમાં પરંપરાગત કારીગરો માટે આ દિવસો ખૂબ મહત્વના હોય છે. ગામડાંમાંથી આવેલા કારીગરો હાથથી બનાવેલા રંગીન વાંસના બાસ્કેટ વેચીને સારી આવક મેળવી રહ્યા છે. કેટલાક કારીગરો કહે છે કે, આખા વર્ષની કમાણીનો મોટો હિસ્સો તેમને આ તહેવારમાં મળી જાય છે.
આ વર્ષે દોરાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.દોરાના ભાવ વધારા અંગે યુપીના મુરાદાબાદ થી રાજકોટ રંગીન દોરા બનાવવા આવતા અનવરઅલી છેલ્લા 15 વર્ષથી રાજકોટ આવે છે અને તે દોરો પીવડાવવાનું કામ કરે છે તેઓ જણાવે છે કે, અમે લોકો અહીં દિવાળીમાં આવીએ છીએ અને દોરો પીવડાવવાનું કામ દિવાળી પછી તરત દોરા તૈયાર કરવાની સીઝન શરૂૂ થઈ જાય છે અને અમને દોરી બનાવવાનો બધો સામાન અમદાવાદથી પૂરો પાડવામાં આવે છે. અમે રોજ 5,000 વારની ફીરકી બનાવીએ છીએ અને અમે કાચનો ઉપયોગ કર્યા વગર એટલે કે ચીરોડી પાવડરનો જ ઉપયોગ કરીએ છીએ.
એક દોરી બનાવવા માટે અમને લોકોને પાંચ લોકોની જરૂૂર પડે છે. અને અમને આ દોરો બનાવવામાં 1.5 કિલો કલરનો ઉપયોગ કરીએ છીએ. આ વર્ષે સંક્રાતના દિવસે રાજકોટીયન્સને બે તહેવાર ઉજવવા મળશે 14 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે નાઈટ ક્રિકેટ મેચ યોજાવાનો છે ત્યારે એક જ દિવસમાં રાજકોટયનસ સવારે પતંગ ઉડાડવાની મોજ માણશે અને બપોર પછી ક્રિકેટ મેચનો આનંદ લેશે.
ભાવમાં 15થી 20 ટકાનો વધારો
પતંગના વેપારી જયેશ વધ્યાએ ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ છેલ્લા 35 વર્ષથી સદર બજારમાં પતંગ અને દોરાના વેપારમાં સંકળાયેલા છે. તેઓ કહે છે કે માર્કેટમાં 1 રૂૂપિયાથી લઇ 1500 રૂૂપિયા સુધીની પતંગ મળે છે.આ વર્ષે ઓપરેશન સિંદૂર,ધુરંધર અને લાલો ફિલ્મની પતંગની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પતંગની સૌથી રાજકીય માંગ છે. બાળકોમાં પ્લાસ્ટિક-મેટલની પતંગો વિશેષ આકર્ષક છે. ઉપરાંત, પંજાબી અને જયપુરી પતંગો પણ ખૂબ માગમાં છે. માર્કેટમાં ખંભાત, બરોડા અને અમદાવાદની પતંગો તો હંમેશા આવે છે, પરંતુ હવે પંજાબી અને જયપુરી,રામપુરી પતંગો પણ ધૂમ મચાવી રહી છે. દર વર્ષની સરખામણીએ, આ વર્ષ પતંગ અને દોરાના ભાવમાં 15થી 20 ટકા વધારો જોવા મળી રહ્યો છે. દોરામાં બરેલીના દોરા અને ડબ્બાના દોરાનો વધારે ક્રેઝ છે.રાજકોટમાં આ વર્ષે આશરે 50 લાખના દોરનું વેચાણ થાય છે.
રાજકોટીયન્સ સવારે પતંગની અને બપોર પછી ક્રિકેટની મજા માણશે
રાજકોટમાં આ વર્ષે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ પર રાજકોટીયન્સોને બે તહેવાર એક જ દિવસે ઉજવવા મળશે ઉતરાયણના દિવસે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં 14 જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ડે નાઈટ વન-ડે મુકાબલો રમાશે. પતંગ રસિકો સવારે આકાશમાં પતંગના પેચ લગાવી આનંદ માણશે સાથે બપોરે પછી ખંઢેરી સ્ટેડિયમના મેદાનમાં બેટ-બોલનો પેચનો આનંદ લેતા જોવા મળશે ખાસ કરીને લાંબા સમય બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીને એકસાથે જોવા માટે ચાહકોમાં અનેરો ઉત્સાહ.જોવા મળી રહ્યો છે. આજથી મેચની ટીકીટનું વેચાણ શરૂૂ થઈ રહ્યું છે. ઉતરાયણની ઉજવણી સાથે સ્ટેડીયમમાં ભારતની ટીમને સપોર્ટ કરવા રાજકોટવસીઓ થનગની રહ્યા છે.

