Site icon Gujarat Mirror

મોરબી પંથકમા ખેતીને થયેલ નુકશાનીના વળતરની માંગ

સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે નુકશાની વળતર ચુકવવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

જે પત્રમાં જણાવ્યું છે કે તારીખ 19/03/2026 ના રોજ આવેલ વરસાદ અને વાવાઝોડા થી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારે તારાજી થયેલ છે.ખેડૂતોના રવિ પાકને મોટા પાયે નુકશાન થયેલ છે. બાગાયતી પાક જેવા કે દાડમ, લીંબુ, અને કેરી ના પાક મોટા પાયે નુકશાન થયેલ છે. તો ઘઉં, રાયડો, જીરું જેવા પાકો પણ નાશ પામેલ છે. એરંડાના પાકને પણ મોટું નુકશાન થયેલ છે. આ તારાજીમાં ઉદ્યોગો પણ ભોગ બન્યા છે. ફેક્ટરી બિલ્ડિંગ ના છાપરા ઊડ્યા છે. અને માલને નુકશાન થયેલ છે. તો સોલર પેનલ પણ નાશ પામેલ છે.

ઉપરાંત છાપરા માં રહેતા ગરીબ લોકો ના છાપરા ઊડ્યા છે. તેને પણ નુકશાન થયેલ છે. તો જે લોકો એ પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવેલ છે. તેઓને પણ નુકશાન થયેલ છે જેથી સરકાર તાત્કાલિક નુકશાનીનું વળતર ચુકવે તેવી માંગ કરી છે

Exit mobile version