અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ બુધવારે NASA-SpaceX Crew-10 મિશન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા બે અવકાશયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત આવવામાં વિલંબ થયો છે. આ મિશન બે અવકાશયાત્રીઓને નવી ટીમ સાથે બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રક્ષેપણના ચાર કલાક પહેલાં, એન્જિનિયરોએ રોકેટની જટિલ હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી શોધી કાઢી.
એલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન અવકાશયાન આ અવકાશયાત્રીઓને પરત લાવવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ક્રૂ-10 મિશન ચાર અવકાશયાત્રીઓને ઈંજજ પર મોકલવાનું અને સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પાછા લાવવાનું હતું. આ મિશન 12 માર્ચ, 2025 ના રોજ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ફાલ્કન-9 રોકેટ પર પ્રક્ષેપિત થવાનું હતું, પરંતુ લોન્ચ પેડ પર હાઇડ્રોલિક્સ-સંબંધિત સમસ્યાને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. નાસા અને સ્પેસએક્સે હજુ સુધી નવી લોન્ચ તારીખ જાહેર કરી નથી.
મળતી માહિતી મુજબ, રોકેટના પ્રક્ષેપણ પહેલા ટેકનિશિયન ગ્રાઉન્ડ હાઈડ્રોલિક સિસ્ટમની તપાસ કરી રહ્યા હતા. રોકેટને લોન્ચ પેડ પર સુરક્ષિત કરતા બેમાંથી એક હાથ છોડવા માટે આ પ્રક્રિયા જરૂૂરી છે. સમસ્યા ગ્રાઉન્ડ-સાઇડ હાઇડ્રોલિક સિસ્ટમમાં હતી, જ્યારે રોકેટ અને અવકાશયાન સંપૂર્ણપણે ઠીક હતા નાસાના પ્રક્ષેપણ કોમેન્ટેટર ડેરોલ નેલે જણાવ્યું હતું.
લોન્ચ કેપ્સ્યુલમાં બેઠેલા ચાર અવકાશયાત્રીઓએ અંતિમ નિર્ણય માટે રાહ જોવી પડી. પ્રક્ષેપણની ગણતરીમાં એક કલાક કરતાં ઓછો સમય બાકી હોવાથી જાફભયડ એ મિશનને રદ કરવાનું નક્કી કર્યું. જો કે નવી લોન્ચ તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ કંપનીએ સંકેત આપ્યો છે કે આગામી પ્રયાસ ગુરુવાર રાત સુધીમાં થઈ શકે છે.