Site icon Gujarat Mirror

શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી તેમજ નુકસાની જણાઇ, કોનટ્રાક્ટરને નોટિસ

ગુજરાત રાજ્યમાં વડોદરા ની બ્રિઝ દુર્ઘટના બાદ રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યાં પણ રોડ રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તુર્તજ જેતે જિલ્લાના લગત વિભાગના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાના આદેશો કરવામાં આવ્યા છે. તેમજ તાજેતરમાં જામનગર સહિતની રાજ્યની મહાનગરપાલિકાઓમાં પણ આ બાબતે રોડ રસ્તાના કામ સંદર્ભમાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના આદેશ છૂટ્યા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે, અને પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા શહેરના ત્રણ રસ્તા ના કામના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી દેવામાં આવી છે .

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર સાહિતની રાજ્યની મહાનગર પાલિકાઓને રોડ રસ્તા ના કામ સંદર્ભમાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીના આદેશ બાદ જામનગર શહેરના ત્રણ રસ્તા કે જેમાં પણ ખામી એને નુકશાની જણાઇ આવી છે, અને તે પાર્ટી ને નોટિસ છપાઈ છે, સાથ સાથ રીપેરીંગ ની કામગીરી પણ શરૂૂ કરાવી દેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકામાં શહેરના ત્રણ મુખ્ય સી.સી. રોડ કામદાર કોલોની મેઇન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેંટ પાર્ક થઈ 1404 આવાસ સુધીનો રોડ અને એમ્યુઝમેંટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડ પર આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

આ તમામ માર્ગોના રી-કાર્પેટિંગનું કામ મે-2022 માં પૂર્ણ થયું હતું. જેની પાંચ વર્ષની ગેરંટી છે, પરંતુ ચાલુ વર્ષે આ તમામ રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું છે. જે ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર વિરાજ ક્ધસ્ટ્રકશનને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી.

રોડ હાલ પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ આવેલુ હોવાથી. સીધી જવાબદારી કોન્ટ્રાકટર ની છે. પરીણામે, રોડમાં થયેલા નુકસાન ની મરામત કોન્ટ્રાક્ટર પાસેથી તેના સ્વખર્ચે કરવામાં આવશે. આમ, ટેન્ડર કોન્ટ્રાક્ટના ટેન્ડર ક્લોઝ અનુસાર કુલ 1520 ચો.મી. રોડ રીસરફેસમાં નુકશાન થયું હતું તેને ડિફેક્ટ લાયેબિલિટી ક્લોઝ અનુસાર કોન્ટ્રાકટર પાસેથી જ રિપેરિંગ અને રી-ક્ધસ્ટ્રકશન કરાવવામાં આવશે.
જે નોટિસ ની કામગીરી બાદ કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા ઉપરોક્ત રોડ રસ્તામાં મરામતની કામગીરી આજથી જ શરૂૂ કરી દેવામાં આવી છે, અને મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગની ટીમ ત્રણેય માર્ગોનું નિરીક્ષણ કરીને જરૂૂરી સૂચનો આપી રહી છે.

Exit mobile version