Site icon Gujarat Mirror

સુતારિયા ગામે કડિયાકામ કરતા વૃદ્ધ પર બેલુ પડતા મૃત્યુ

ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા રાણાભાઈ ડોસાભાઈ ચૌહાણ નામના 61 વર્ષના વૃદ્ધ એક આસામીની વાડીએ કડિયાકામ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર તોતિંગ પથ્થર (બેલુ) પડતા તેમને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર જગદીશભાઈ રાણાભાઈ ચૌહાણએ અહીંની પોલીસને કરી છે.

Exit mobile version