Site icon Gujarat Mirror

સંતાન પ્રાપ્તિ ન થતા મૂકબધિર પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં નવલનગરમાં રહેતા મુકબધીર પરિણીતાએ વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જયા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પરિણીતાએ સંતાન પ્રાપ્તી ન થતા તેમએ આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.

વધુ વિગતો મુજબ મવડીના નવલનગરમાં રહેતા ચાંદનીબેન મુન્નાભાઇ શર્મા નામના 25 વર્ષના પરિણીતાએ ગત તા.26ના રોજ વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ અંગે માલવીયાનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, ચાંદનીબેન અને તેમના પતિ મુકબધરી છે. તેઓને સંતાન ન થતા વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. હાલ તેમના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

Exit mobile version