શાપરમાં 9 માસની બાળાનું તાવ-આંચકી અને વાંકાનેરના બોકળથંભામાં સગીરાનું ઝાડા ઉલ્ટીથી મોત
રાજકોટ સહીત રાજય ભરમા મીશ્ર ઋતુ વચ્ચે પાણી જન્ય રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અવાર નવાર રોગચાળાનાં કારણે અનેક લોકોનાં મોત નીપજયા છે . ત્યારે વધુ બે માનવ જીંદગીને રોગચાળો ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે જેમા શાપર વેરાવળમા 9 મહીનાની માસુમ બાળકીનુ તાવ , આચકી અને વાકાનેરનાં બોકળથંભા ગામે સગીરાનુ ઝાડા ઉલ્ટીથી મોત નીપજયુ હતુ. માસુમ બાળકી અને સગીરાનાં મોતથી બંને પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા રહેતા પરીવારની દિવ્યાંશીબેન હીતેન્દ્રભાઇ ઠાકુર નામની 9 મહીનાની બાળકીને તાવ આચકીની બીમારી સબબ તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી . જયા માસુમ બાળકીનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ ઉપરાંત બીજા બનાવમા વાકાનેરનાં બોકળથંભા ગામે રહેતી સરોજબેન બાદરભાઇ સરાવડીયા નામની 17 વર્ષની સગીરાને ઝાડા ઉલ્ટીની બીમારી સબબ વાકાનેર બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી જયા સગીરાનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો પ્રાથીમક તપાસમા મૃતક સગીરા એક ભાઇ ચાર બહેનમા નાની હોવાનુ જાણવા મળ્યુ છે ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

