Site icon Gujarat Mirror

જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: ત્રણ માસના માસુમનું તાવ-શરદીથી મોત

પડધરીના હડમતિયા ગામની ઘટના : વાડીમાં છંટકાવ કરેલી દવા વાળી ધૂળ ખાઇ ગયાની તબીબે શંકા વ્યકત કરી’તી

રાજકોટ સહીત રાજયભરમા રોગચાળો બેકાબુ બન્યો હોય તેમ અનેક લોકોનાં જીવલેણ રોગચાળાનાં ભરડાથી મોત નીપજયા છે ત્યારે પડધરીનાં હડમતીયા ગામે ખેત મજુરી અર્થે આવેલા ત્રણ વર્ષનાં બાળકનુ તાવ , શરદીની બીમારી સબબ ઝનાનાં હોસ્પીટલમા દાખલ કરાયો હતો. જયા માસુમ બાળકનુ મોત નીપજતા શ્રમીક પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. માસુમ બાળકે વાડીમા છટકાવ કરેલી દવા વાળી ધુળ ખાઇ ગયાની તબીબે શંકા વ્યકત કરી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ દાહોદનાં વતની અને હાલ પડધરીનાં હડમતીયા ગામે ખેતમજુરી અર્થે આવેલા પરીવારનો રેહાન મુકેશભાઇ બારીયા નામનાં 3 વર્ષનાં માસુમ બાળકનુ પાંચ દિવસ પુર્વે તાવ , શરદીની બીમારી સબબ પડધરી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ઝનાનાં હોસ્પીટલમા દાખલ કરાયો હતો જયા માસુમ બાળકનુ સારવાર કારગત નીવડે તે પુર્વે જ માસુમ બાળકે હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમીક પુછપરછમા મૃતક રેહાન બારીયા બે ભાઇમા મોટો હતો અને તાવ – શરદીની બીમારી સબબ દાખલ કરાયા બાદ સારવારમા મોત નીપજયુ હોવાનુ પરીવારજનોએ જણાવ્યુ હતુ પરંતુ માસુમ બાળકને હોસ્પીટલમા દાખલ કરાતા તબીબે બાળક વાડીમા છટકાવ કરેલી દવા વાળી ધુળ ખાઇ જતા ઝેરી અસર થયાની શંકા વ્યકત કરી હતી. પરંતુ માસુમ બાળકનુ તાવ – શરદીની બીમારી સબબ મોત નીપજયુ હોવાનુ સામે આવ્યુ છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version