Site icon Gujarat Mirror

જીવલેણ બનતો રોગચાળો: 6માસની બાળકી અને પ્રૌઢાનું બેભાન હાલતમાં મોત

શહેરમાં રોગચાળોએ માઝા મૂકી હોય તેમ છાશવારે રોગચાળાના કારણે અનેક લોકોના મૃત્યુ થાયની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ બે બનાવમાં જીવરાજપાર્કમાં 6માસની બાળકીનું શરદી અને રામનાથપરાના પ્રૌઢાનું ઝાડા ઉલ્ટીની બિમારી સબબ મોત નીપજ્યુ છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જીવરાજપાર્કમાં આવેલ કલરવ એપાર્ટમેન્ટમાં રહેતા નીપાળી પરિવારની આયુશા નરેન્દ્રભાઇ બુઢા નામની 6 મહિનાની બાળકી શરદીની બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડી હતી. માસુમ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા બાળકીનુ મોત નીપજતા નેપાળી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

બીજા બનાવમાં રામનાથપરામાં રહેતા ગૌરીબેન પ્રેમજીભાઇ ઢાપા નામના 45 વર્ષના પ્રૌઢા ઝાડા ઉલ્ટીની બિમારી સબબ રામનાથ મહાદેવના મંદિર સામે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે પ્રૌઢાને નીષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોક બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version