Site icon Gujarat Mirror

ડેરી સંચાલકે આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત

 

શહેરની ભાગોળે આવેલા ગામે કલ્પવન સોસાયટીમાં રહેતા દૂધની ડેરીના ચંચાલકે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાંગશીયાળી ગામે આવેલી કલ્પવન સોસાયટીમાં રહેતા અને દૂધની ડેરી ચલાવી પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતા અરવિંદભાઈ રવજીભાઈ પાથર નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક અરવિંદભાઈ પાથરને સંતાનમાં એક પુત્ર છે અને અરવિંદભાઈ પાથર દૂધની ડેરી ચલાવી પરિવારનું આર્થિક ગુજરાત ચલાવતા હતા અરવિંદભાઈ પાથરે આર્થીકભીંસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version