Site icon Gujarat Mirror

હોસ્પિટલ ચોકમાં પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ડી.ડી.સોલંકીની સીપી કચેરીથી અટકાયત

શહેરના રૈયાધાર વિસ્તારમાં થયેલી ભાવેશ વાણવી નામના યુવાનની હત્યા બાદ સર્જાયેલા હંગામાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણ કરવા અને સરકારી ફરજમાં રૂૂકાવટ લાવવાના ગુનામાં પોલીસ પકડથી દૂર રહેલા દલિત અગ્રણી દિલીપભાઇ ધીરૂૂભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી. સોલંકીની આખરે ધરપકડ કરવામાં આવી છે.

થોડા દિવસો પૂર્વે રૈયાધારમાં મહિલા પ્રકરણમાં ભાવેશ વાણવીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવ બાદ મૃતકના પરિવારજનો અને દલિત સમાજના આગેવાનોએ ન્યાયની માંગ સાથે હોસ્પિટલ ચોક ખાતે મૃતદેહ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવી હતી. ઘટના દરમિયાન એએસઆઈ સંજયભાઈ દાફડા અને તેમની ટીમ જ્યારે રોડ બ્લોક કરતા લોકોને અટકાવવા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી રહી હતી, ત્યારે ડી.ડી. સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડા સહિતના શખ્સોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી.

આરોપ છે કે આ શખ્સોએ એએસઆઈ સંજયભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ગર્ભિત ધમકીઓ આપી ફરજમાં રૂૂકાવટ ઉભી કરી હતી. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ ડી.ડી. સોલંકીએ પોલીસ મારના આક્ષેપો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ધરપકડથી બચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આજે જ્યારે તેઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે સતર્ક પોલીસે તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version