પુત્રની લ્હાયમાં બીજી પુત્રી જન્મતા જનેતા જ જમ બની, પતિ સહિતના પરિવારજનો જાણતા હોવા છતા ચૂપ રહ્યા
પતિ-પત્નિ વચ્ચે તલાકના મામલે ડખ્ખો થતા પાંચ માસ પહેલા દબાવી દેવાયેલી ઘટના બહાર આવી
રાજકોટના ન્યુ સાગર સોસાયટી શેરી નંબર-7 માં રહેતી અને કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામે પરણાવેલી મહિલાને સંતાનમાં બીજી પુત્રીનો જન્મ થતા બે માસની પોતાની માસુમ પુત્રીને ભોં ટાંકામાં નાખી મોતને ઘાટ ઉતારી દીધાનું પાંચ માસ બાદ સામે આવતા આ મામલે કોટડાસાંગાણી પોલીસમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી છે. પુત્રીની હત્યા કરનાર પરણીતાએ સાસરિય સામે ત્રાસ ની ફરિયાદ નોંધાવતા અંતે આ બનાવ જાણતા હોવા છતાં અજાણ બનેલા બાળકીના પિતા અને દાદા-દાદીએ પુત્રવધૂના કરતુત અંગે પોલીસ ફરિયાદ નોધાવી હતી.
મળતી વિગતો મુજબ રાજકોટના ન્યુ સાગર સોસાયટી શેરી નંબર-7 માં રહેતા ઇસ્તામીલભાઈ હબીબભાઇ સાંધની દીકરી મુસ્કાનના લગ્ન કોટડાસાંગાણીના પીપલાણા ગામે રહેતા સાજીદ ગુલાબભાઈ કાયાણી સાથે છ વર્ષ પહેલા જ્ઞાતીના રીવાજ મુજબ થયેલ હતા. લગ્ન બાદ ગઇ તા.05/07/2020 મા પહેલી દીકરી નુરેનાનો નો જન્મ થયો હતો. સાજીદ અને મુસ્કાન બન્ને સાસરિયામાં એકાદ વર્ષ સાથે રહેલ અને મુસ્કાનને સાસુ સસરા સાથે મેળ નહી આવતા બન્ને અલગ થયા હતા. બાજુના મકાનમાં એક આડી દીવાલ કરી અલગ રહેવા લાગેલ હતા. મુસ્કાન બીજી વખત ગર્ભવતી બન્યા બાદ તા.15/03/2025 ના રોજ ફરીવાર બીજી દીકરી આયેશાનો જન્મ થયેલ હતો. મુસ્કાનને સિજેરિયન આવ્યુ હોય જેથી મુસ્કાન બે મહીના તેના પીયર રાજકોટ ખાતે રોકાયેલ હતી અને બે મહીના પીપલાણા આવી ગઈ હતી.
ગત તા.23/05/2025 ના રોજ સાજીદ સવારે મજુરી કામે જતો રહેલ હતો અને તેના મમ્મી-પપ્પા, નાનો ભાઈ તેની પત્ની આશીયાના એમ બધા વાડીએ જતા રહેલ હતા. ત્યારે પત્ની મુસ્કાનનો સાજીદ ઉપર ફોન આવેલ કે, આયશા ઘોડીયામા નથી. જેથી તેણે તુરંત પિતાને ફોન કરતા તેઓ માતા, નાના ભાઈ સમીર અને તેની પત્ની સાથે ઘરે દોડી ગયા હતા. દીકરી આયેશાને શોધતા હતા દરમિયાન દીકરી ઘરના રસોડાના પાણીના ભોં ટાકામાંથી મળી આવી હતી. સારવાર મળે તે પૂર્વે જ આયેશા મરણ જતા કોઈને જાણ કર્યા વગર જ્ઞાતીના રીવાજ મુજબ પીપલાણા કબ્રસ્તાનમાં તેની દફનવીધી કરી નાખેલ હતી. ત્યારબાદ મુસ્કાન પાંચ દીવસ ઘરે રોકાયેલ દરમિયાન પતિ સાજીદને તેની પર શંકા જતા પત્નીને પીયર મોકલી દીધી હતી.
બાદ બીજા દીવસે સવારના સાળા મોસીનનો ફોન આવેલ કે, મુસ્કાનને આયેશા બાબતે મુસ્કાને આયેશાને પાણીના ભો ટાકામા નાખી દીધેલ હતી જેથી તે મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું. જેથી સાજીદે તેના માતા પિતાને તેમજ કુટુંબીજનોને કરતા મુસ્કાન સાથે તલાક લેવાનું નક્કી થયું હતું. ત્યારબાદ મુસ્કાન સાથે તલાક નહિ થતા તેમજ દીકરી આયેશાના મુત્યુ બાબતે પતિ સહિતના પરિવાર અને કુટુંબીજનો વિરુદ્ધ અરજી કરતા અંતે પુત્રીની હત્યા મામલે પત્ની મુસ્કાન વિરુદ્ધ સાજીદે ફરિયાદ નોંધાવી હતી. કોટડાસાંગાણી પોલીસે મુસ્કાન સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.
મુસ્કાને સાસરિયા સામે કરેલી અરજી બાદ સાજીદે પુત્રીની હત્યાની પોલીસને જાણ કરી
પુત્રી આયેશાના શંકાસ્પદ મોત બાદ પતિ સાજીદને પત્ની મુસ્કાન ઉપર શંકા જતાં તેણે પત્નીને પિયર મોકલી દીધી હતી. જ્યાં મુસ્કાને તેના ભાઈ મોસીન સમક્ષ આયેશાની હત્યા કર્યાની કબુલાત આપી હતી અને સાળાના પત્ની સાહીસ્તાએ સાજીદને ઇન્સટાગ્રામમા મેસેજ કરી આ બાબતની જાણ કરતા પુત્રીની હત્યાનો ભાંડો ફૂટ્યા બાદ સાજીદે મુસ્કાન સાથે તલાક લેવાનું નક્કી થયું હતું. પણ મુસ્કાન સાથે સાજીદના તલાક થયા નહી અને ઉલ્ટાનું મુસ્કાને પુત્રી આયેશાના મુત્યુ બાબતે સાસુ-સસરા અને કુટુંબીજના અન્ય સભ્યો સામે પોલીસમાં અરજી કરતા અંતે પતિ સાજીદે પણ પુત્રીની હત્યા મામલે પત્ની મુસ્કાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

