દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલની બસોમાં ખીચોખીચ સવારી, ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના ધાર્મિક સ્થળો માટે સ્પેશિયલ 400થી વધુ એસટીનું સંચાલન: તા.16માર્ચ સુધી વધારાની બસો દોડાવાશે
હોળી-ધૂળેટીના તહેવાર પર લોકો વતનની વાટે જતા હોય છે,ત્યારે બસ સ્ટેન્ડ પર મુસાફરોનું કીડિયારુ ઉભરાયું છે,બસમાં બેસવા માટે મુસાફરોની પડાપડી થઈ રહી છે,દાહોદ, ગોધરા, ઝાલોદની બસો ખીચોખીચ ભરાઈ રહી છે,ત્યારે એસટી નિગમ દ્વારા 1200થી વધુ એકસ્ટ્રા દોડાવવાનો નિર્ણય કરાયો છે, જે તમામ બસો હાઉસ ફૂલ દોડી રહી છે.
એસટી નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પુરી પાડે દર વર્ષે પુરી પાડે છે.રાજ્યના પંચ મહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે.
નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવી છે. જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે 16 માર્ચ 2025 દરમ્યાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા 1000 જેટલી બસો દ્વારા 6500 થી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ. ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે 400 બસો દ્વારા 3000 ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.