Site icon Gujarat Mirror

રાજકોટના યુવાન પાસેથી 20 હજારના 12 લાખ પડાવી લેનાર પોરબંદરના રાણાબોરડીના સરપંચ સામે ગુનો

પોરબંદરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રાણાબોરડીના મૂળ નિવાસી અને હાલ રાજકોટ રહેતા રસિક નારણભાઈ રાવતે સાંગાભાઈ જીવાભાઈ મોરી પાસેથી 20 હજાર રૂૂપિયા 3 ટકાના વ્યાજે લીધા હતા. આ વ્યાજખોરીમાં સાંગાભાઈ અને તેમના ભાઈ પરબત જીવા મોરીએ તા. 16-03-2006 થી 16-06-2019 સુધીના 20,000 રૂૂપિયાના 24,21,497 રૂૂપિયાની માંગણી કરી હતી.

આરોપીઓએ રસિકભાઈને ગાળો આપી દબાણ કર્યું હતું અને બળજબરીપૂર્વક 12 લાખ રૂૂપિયા કઢાવી લીધા હતા. આ મામલે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં, પોરબંદરના એક શખ્સ સામે હદપારી ભંગનો ગુનો નોંધાયો છે. ખારવાવાડમાં રહેતા કલ્પેશ ઉર્ફે કપુ જીતુભાઈ જુંગીને તા. 28-08-2025 થી ત્રણ માસ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો.

હદપારીનો આદેશ હોવા છતાં, કલ્પેશ પોરબંદરમાં જ આટાફેરા કરતો જોવા મળ્યો હતો. કીર્તિમંદિર પોલીસે તેને ઝડપી પાડી હદપારી ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણખીરસરા ગામે એક યુવાને ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ગમગીની છવાઈ ગઈ છે. રાણખીરસરા ગામના 20 વર્ષીય રવિ ભરત સાદીયા નામના યુવાનને મજૂરી કામમાં મન ન લાગતું હોવાથી તેણે રાણખીરસરા ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે રાણાવાવ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version