Site icon Gujarat Mirror

વિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કાર

અમદાવાદમાં ગત 12.6.2025 ના બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ દુર્ઘટના નો શિકાર બન્યા હતા, તેઓના ડીએનએ સેમ્પલ લેવાયા બાદ આજે બપોર પછી તેઓના સેમ્પલ મેચ થયા હતા, અને પરિવારજનો દ્વારા બન્ને મૃતદેહો સ્વીકારવા માટે અમદાવાદ પહોંચ્યા છે, અને વહેલી સવારે જામનગર લાવ્યા બાદ આજે સવારે તેઓની એકીસાથે અંતિમ યાત્રા નિકળી હતી. જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડન માં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. અને બનાવના દિવસે એટલેકે 12.6.2025 ના પરોઢિયે જ જામનગર થી નીકળ્યા હતા. અને અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ એ હવાઈ મુસાફરી બપોરે દોઢ વાગ્યે શરૂૂ કરી હતી. પરંતુ કમનસીબે થોડી મિનિટો માં જ આ વિમાન ક્રેશ થયુ હતુ જેમાં એક મુસાફર સિવાય તમામ લોકો ના મૃત્યુ થયા હતા.

ત્યારબાદ સમગ્ર અકસ્માતના બનાવની જાણ થતાં જામનગરમાં રહેતા નેહલબેન ના પિતરાઈ ભાઈ ડો. કેયુર બક્ષી ઉપરાંત આશિષભાઈ બક્ષી તેમજ નેહલબેન ના નાના બહેનભાઈ વૈશાલીબેન બક્ષી કે જેઓ પંચવટી વિસ્તારમાં રહે છે, તેઓને સાથે રાખીને મોડી સાંજે અમદાવાદ પહોંચી ગયા હતા. આ ઉપરાંત તેમના જમાઈ શૈલેષભાઈ પરમાર કે જેમના ભાઈ અનંતભાઈ પરમાર પણ જામનગરમાં જ વસવાટ કરે છે, તેઓને પણ સાથે લઈને અમદાવાદ પહોંચ્યા હતા, અને તે બંનેના ડી.એન.એ. ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બંનેના સેમ્પલો લઈ લેવાયા બાદ છેક આજે બપોર પછી બંને ના ડીએનએ ટેસ્ટ મેચ થયા હતા, અને આખરે બંને મૃતદેહોનો કબજો સોંપવામાં આવ્યો છે, અને પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે.

જે બને મૃતદેહોને લઈને વહેલી સવાર સુધી જામનગર આવી પહોંચશે, ત્યારબાદ સવારે 11.00 વાગ્યે શૈલેષભાઈ ના પરિવારના નિવાસ્થાન વિરલબાગ પાસે આવેલા ઑમ બંગલેથી બંનેની એકી સાથે અંતિમ માત્રા નિકળી હતી.

દંપતિની અંતિમ યાત્રામાં શહેરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ શહેરમાં શોકનો માહોલ છવાયો હતો.

Exit mobile version