Site icon Gujarat Mirror

વિશાખા ક્રેડીટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટ

શહેરની વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટીમાંથી લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક રીટર્ન થવાના કેસમાં લોન ધારક મનોજ શીંગાળાને છ માસની સજા અને દંડ ફટકારતો અદાલતે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરમાં રહેતા મનોજભાઈ દેવજીભાઈ શીંગાળાએ સભાસદ દરજ્જે વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટીમાંથી લોન લીધી હતી જે લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી રિટર્ન થતા ફાયદાકીય જોગવાઈ મુજબ મંડળી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી.ના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજુ રાખેલા દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લઈ એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ જી.પી. ભોઈએ આરોપી મનોજ દેવજીભાઈ શીંગાળાને ધી નેગો. ઈન્સ્ટ. એકટની કલમ138, ક્રિમીનલપ્રોસીજર કોડની કલમ-255(2) અન્વયે તકસીરવાન ઠરાવી 6 માસની કેદ અને ચેક મુજબની રકમ દંડ પેટે 60 દિવસમાં ન ચુકવે તો વધુ દોઢ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂૂધ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂૂડકિયા, દર્શિત બી. સોલંકી, દર્શિત સી. પાટડિયા તથા ધર્મીલ વી. પોપટ રોકાયા હતા.

Exit mobile version