રાજસ્થાનના વેપારીને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

રાજકોટ સ્થિત શ્રીનાથજી પોલીપલાસ્ટ નામની ભાગીદારી પેઢી પાસેથી અજમેર સ્થિત કિસ્ટીયા પાઇપ્સના પ્રોપરાઈટર નજમુદિને એસેસરીઝની બાકીમાં ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા રૂૂ.6.25 લાખનો ચેક…

રાજકોટ સ્થિત શ્રીનાથજી પોલીપલાસ્ટ નામની ભાગીદારી પેઢી પાસેથી અજમેર સ્થિત કિસ્ટીયા પાઇપ્સના પ્રોપરાઈટર નજમુદિને એસેસરીઝની બાકીમાં ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા રૂૂ.6.25 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે શ્રીનાથજી પોલીપલાસ્ટના ભાગીદાર કમલેશ નરસિંહભાઈ કમાણીએ અજમેર સ્થિત નજમુદ્દીન કુરેશી સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. નજમુદ્દીન કુરેશીને કોર્ટે ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમનુ વળતર પેટે 60 દિવસમા ન ચુકવે તો વધુ 3 માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં ફરીયાદી શ્રીનાથજી પોલીપ્લાસ્ટના પ્રોપરાઈટર વતી ધારાશાસ્ત્રી રમેશભાઈ ઘોડાસરા, અમીત ગડારા, કેતન જે. સાવલીયા અને ડેનીશ વિરાણી રોકાયા હતા.