Site icon Gujarat Mirror

વચગાળાનું ભરણપોષણ મેળવવાની પરિણીતાની અરજી ફગાવતી અદાલત

બે બાળકો સહિત પતિથી અલગ રહેતી પરીણિતાની પતિ સાસરીયા સામે ઘરેલુ હિંસાની અરજીમાં વચગાળાનું ભરણપોષણ મેળવવાની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

આ કેસની હકિકત મુજબ હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતીકાપરામાં રહેતી બે બાળકોની માતા વૈશાલીબેન ચંદ્રેશભાઈ પારેખે તેના પતિ ચંદ્રેશભાઈ વિનોદભાઈ પારેખ, સસરા, સાસુ, જેઠ, જેઠાણી (બધા રહે. કેવડાવાડી, રાજકોટ) વિરૂૂધ્ધ ઘરેલું હિંસા નિવારણ કાયદાના પ્રબંધ હેઠળ કાર્યવાહી કરી શારિરીક માનસીક ત્રાસ બદલ કેસ દાખલ કરી રકમ રૂૂા.8 હજારનું વચગાળાનુ ભરણપોષણની માંગણી કરતી અરજી કરી હતી. જે અ2જી સુનાવણી ઉપર આવતા સામાવાળા સાસરિયા પક્ષના વકીલ રોહિત બી. ઘીયા દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે અ2જદા2ની સંપુર્ણ અ2જી પાયાવિહોણી છે, જે સામાવાળાને અરજદાર બન્ને સંતાનો સહિત સામાવાળાનો ત્યાગ કરી માવતરે ચાલ્યા ગયેલ છે, અરજદારની વચગાળાની ભરણપોષણની માંગણી કરતી અ2જી ટકવાપાત્ર નથી.

કારણ કે અરજદાર પોતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં કામ કરી માસીક રકમ રૂૂા.10 હજાર કમાય છે, જયારે સામાવાળા માત્ર 18 થી 20 હજાર કમાય છે. જેમાં બન્ને સગીર સંતાન તથા વૃધ્ધ માતા-પિતાની બધાની જવાબદારી સામાવાળા ઉપર છે, અરજદારને વધુ ભરણપોષણની રકમની જરૂૂર નથી. વચગાળાનુ ભરણપોષણ એવા વ્યકિતીઓ માટે છે જે પોતે પોતાની રીતે કામ કરી પોતાનું ભરણપોષણ જાતે કરી શકે તેમ ન હોય, જયારે હાલના સંજોગો અલગ હોય જેવી વિગતવાર દલીલ કરી ઉચ્ચ અદાલતના રજુ રાખેલ ચુકાદા ઉપર ધ્યાન દોરતા કોર્ટે સામાવાળા પક્ષની દલીલ ગ્રાહય રાખી અરજદારની વચગાળાનું ભરણપોષણની માંગણી કરતી અરજી નામંજુર કરી છે.આ કેસમાં સાસરીયા પક્ષ વતી એડવોકેટ રોહીતભાઈ બી. ધીયા તથા હર્ષ રોહીતભાઈ ઘિયા રોકાયા હતા.

Exit mobile version