Site icon Gujarat Mirror

વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કરતી પડધરી કોર્ટ

રાજકોટ-જામનગર હાઈવે રોડ પર વાહન અકસ્માતમાં મૃત્યુ થયેલ જે અંગે પડઘરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ જે ફરીયાદમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી દેવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કિસ્સાની ટુકમાં વિગત એવી છે કે, રાજકોટ-જામનગર હાઈવે પર આરોપી જયભાઈ કિશોરભાઈ ઘોરેચા સવારનાં પોતાના હવાલાવાળી વેગનાર કાર નં.જી.જે.-03-બી.એ.-7903 વાળી પુરઝડપે, માનવ જીંદગી જોખમાય તે રીતે રોંગ સાઈડમાં ચલાવી ફરીયાદીના પિતાના બાઈક રજી.નં.જી.જે.-03-ડી.બી.-8098 ને હડફેટે લેતા ફરીયાદીના પિતા બાઈકમાંથી ફંગોળાઈને રોડ પર પડતા ડાબા હાથમાં તેમજ માથાનાં ભાગે ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુન્હો કરેલ જે બનાવ અંગેની ફરીયાદ પડઘરી પોલીસ સ્ટેશનમાં આઈ. પી.સી. તથા એમ.વી.એકટ મુજબની નોંધેલ અને આરોપી કાયદેસરની કાર્યવાહી કરી તપાસના અંતે પોલીસ અધિકારે પડધરી કોર્ટમાં આર્જશીટ રજુ કરેલ. ત્યાર બાદ નામદાર પડધરી કોર્ટમાં આરોપી વિરૂૂધ્ધ સદરહું ગુન્હાનો કેસ નોંધી કેસ ટ્રાયલ ચલાવેલ.

ત્યાર બાદ સદરહું કેસ પડધરીના જયુડી. મેજી. (ફ.ક.) એસ.એન. ફાળકીની કોર્ટમાં ચાલતા આરોપી જયભાઈ કિશોરભાઈ ઘોરેચા વતી રાજકોટના જાણીતા એડવોકેટ હિતેશ વી. રામાનુજએ દલીલ કરેલ તેમજ દલીલના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ પર આધાર રાખી મુખ્યત્વે એવી રજુઆત કરેલ કે આરોપી બેફામપણે અને ભેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરવાના કારણે બનાવ બનેલ નથી તેમજ આરોપી ગુન્હો કરેલો હોય તેવું નિ:શંકપણે પુરવાર થયેલ નથી. અને આરોપીની રેસ એન્ડ નેગ્લીજન્સી નિ:શંકપણે સાબિત થયેલ નથી. આરોપીએ ગુન્હો કરેલ હોય તેવી હકીકત સાબીત કરેલ ન હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી દેવા ન્યાયોચીત હોય તેવી ભારપૂર્વક રજુઆતો કરેલ હતી.

ઉપરોકત દલીલો તથા નામદાર સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ તેમજ કેસની હકીકતો ઘ્યાને લઈ પડધરીના જયુડી. મેજી.(ફ.ક.) એસ.એન. ફાળકીએ ચુકાદો આપી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી દેવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી જયભાઈ કિશોરભાઈ ઘોરેચા વતી રાજકોટના જાણીતા એડવોકેટ હિતેશ વી. રામાનુજ, હરેશ ડી. જેતાણી એડવોકેટસ તરીકે રોકાયેલા હતા.

Exit mobile version