Site icon Gujarat Mirror

મારા મારીના ગુનામાં ત્રણ આરોપીની જામીન અરજી મંજૂર કરતી અદાલત

શહેરના મોરબી રોડ ગ્રીન લેન્ડ ચોકડી પાસેના વિસ્તારમાં નજીવી બાબતે થયેલી મારામારીના ગુનામાં જેલ હવાલે રહેલા ત્રણ શખ્સોને જામીન ઉપર મુક્ત કરવા ડીસ્ટ્રીકટ કોર્ટ હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ શહેરના મોરબી રોડ ગ્રીન લેન્ડ ચોકડી પાસેના વિસ્તારમાં મજાક ઉડાવી ફરિયાદીને ફોન પર અપશબ્દો કહી, તેના પર છરી અને પાઈપથી હુમલો કરી ગંભીર ઈજા પોચાડ્યા અંગેની સિધ્ધરાજ અરવિંદભાઈ સોલંકી , વિશાલ મુકેશભાઈ દેગામા અને દર્ષિત દુષ્યંતભાઈ દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખસ સામે મારામારી સહિતની કલમ હેઠળ ગુનોગુનો દાખલ કર્યો હતો.

બાદ ત્રણેય શખ્સની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદ ત્રણેય શખસએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી હતી. જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના વકીલની લેખિત મૌખિક દલીલ અને ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદો ધ્યાને લઈ ડીસ્ટ્રીકટ કોર્ટે સિધ્ધરાજ સોલંકી , વિશાલ દેગામા અને દર્ષિત દલાલને જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. આરોપી વતી ધારાશાસ્ત્રી ઘનશ્યામભાઈ સી.વાંક, નિખિલેશ જે રાઠોડ અને પિયુષ ચાવડા વિગેરે રોકાયેલા હતા

Exit mobile version