Site icon Gujarat Mirror

મહિલા એડવોકેટને 10 મિનિટ બે મેમો આપી દંડ વસૂલનાર સામે કાર્યવાહી નહીં થાય તો કોર્ટ કાર્યવાહી

મહિલા ધારાશાસ્ત્રીએ શહેર પોલીસ કમિશનર સમક્ષ જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂૂધ્ધ ફરીયાદ કરી પગલાં ન લેવાય તો કોર્ટમાં પડકારવાની ચીમકી આપી છે. તેમજ ગૃહ મંત્રી હર્ષદ સંઘવીને પણ ફરીયાદ કરી છે. આ બનાવ અંગેની હકીકત મુજબ, મહિલા ધારાશાસ્ત્રી દિક્ષીતાબેન વિજયભાઈ રૈયાણી તા.8ના રોજ વરસાદમાં હેલ્મેટમાંથી સરખું દેખાતું ન હોય, હેલ્મેટ વિના પોતાના સ્કૂટર નં. જીજે ઓ-3 એનએ 0445માં 80 ફુટ રોડ મવડી પર પસાર થઈ રહ્યા હતા ત્યારે હે.કોન્સ. અક્ષય રાજેશભાઈએ ઈ-ચલણથી દંડ રૂૂા. 500 કરેલ ત્યારબાદ 10 મિનિટ પછી સ્વર્ણભૂમિ સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબીકા ટાઉનશિપ મેઈન રોડ પર આસી. સબ ઈન્સ. સલીમ મુસાભાઈએ બીજો ઈ-ચલણનો રૂૂા. 500 દંડ કરેલ, આ બાબતે અને મહિલા વકીલ દિક્ષિતા બેને ચાલુ વરસાદમાં હેલ્મેટમાં દેખાતું નથી તેવી રજૂઆત કરવા છતા તેમનું સાંભળેલ નહીં તેમજ પોલીસે ત્રીજું પણ ઈ ચલણ બની જશે તેમ કહેલ.

એ સ્પષ્ટ છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાથી હાડમારીનો સામનો કરવો પડે છે, ત્યારે તંત્ર દ્વારા નિયમ પણ હળવો કર્યો છે, તેમજ એક મેમા બાદ 24 કલાક બાદ બીજું ઈ ચલણ બનાવી દંડ વસુલી ન શકાય, તેવી મહિલા વકીલની રજૂઆત પણ ધ્યાને લીધી ન હતી. દરમિયાન મહિલા ધારાશાસ્ત્રી દિક્ષિતાબેનના પતિ વિજયભાઈ રૈયાણી પણ સિનિયર એડવોકેટ હોવા ઉપરાંત ભાજપ લીગલ સેલના પૂર્વ હોદ્દેદાર હોય, આ બાબતે વિજય ભાઈએ અન્ય વકીલ મિત્રોને સાથે રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર તેમજ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ને લેખિત અને મૌખિક રજૂઆત કરી ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ કાયદાની આડેધડ અમલવારી નહીં કરવાની સૂચના હોવા છતાં સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા કરાતી મનસ્વી વર્તણુક કરવા બદલ પોલીસ કમિશ્નર સમક્ષ આ અંગે પગલા લેવાની રજૂઆત કરી છે, નહીં તો આ ઈ ચલણને કોર્ટમાં પડકારવામાં આવશે તેમ વકીલોનો સમુદાયે રજૂઆતો કરી હતી.

Exit mobile version