જંગલેશ્ર્વરની ઘટના, પરિવારમાં શોક છવાયો: બંન્ને વચ્ચે મોબાઇલ લેવા મામલે બોલાચાલી થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ
શહેરમાં જંગલેશ્વરમાં આવેલ રાધાકૃષ્ણનગર શેરી નં.4માં કાજલ પ્રકાશભાઈ સરવૈયા (ઉ.વ.17) અને તેના પ્રેમી ચેતન રાજુભાઈ રાફુચા (ઉ.વ.ર0)એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે કાજલના પિતા હૈયાત નથી. હાલ તે માતા સાથે રાધાકૃષ્ણનગર શેરી નં.4માં રહેતી હતી. તેનો પ્રેમી ચેતન ચૂનારાવાડ ચોક પાસે અંબિકા સોસાયટીમાં રહેતો હતો. ગત રવિવારે કાજલ તેની માતા સાથે વાંકાનેર પંથકમાં રહેતાં મામાના ઘરે ગઈ હતી. જયાંથી તે રાત્રે નીકળી ગઈ હતી. ગઈકાલે પાડોશી પાસેથી ચાવી લઈ પોતાના ઘરે ગઈ હતી.
આજે તેની માતા આવતાં દરવાજો અંદરથી બંધ મળ્યો હતો. આખરે તપાસ કરતાં રૂૂમમાં છતના બે હુકમાં કાજલ અને તેનો પ્રેમી ચેતન લટકતા મળી આવ્યા હતા. બંનેએ હુક સાથે દોરડાં બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણ થતાં 108ના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ભક્તિનગર પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી હતી. પોલીસે જણાવ્યું કે લગ્ન માટે કાજલ અને ચેતનની ઉંમર એક વર્ષ ઓછી હતી. આ કારણથી પરિવારજનોએ બંનેને એક વર્ષ રાહ જોવાનું કહ્યું હતું.હાલ બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં, સગીરાના પિતાનું વર્ષ 2019માં અવસાન થઈ ગયું છે.
સગીરા તેની જ જ્ઞાતિના ચેતન નામના ઇમિટેશનનું મજૂરી કામ કરતા યુવક સાથે ઘણા સમયથી પ્રેમમાં હોય બંનેના લગ્ન કરાવવા પરિવાર સહમત હોય હતા.પરંતુ બંનેની લગ્ન માટેની ઉંમર પુખ્ત ન હોય જેથી થોડા સમય બાદ લગ્ન કરવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,ચાર દિવસ પહેલા જ્યારે કાજલ તેમના ઘરે હતી દરમિયાન કાજલએ મોબાઇલ લેવાની જીદ કરી હતી. જેમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. અનુમાન એવું છે કે, માતા તેડી ગયા બાદ કાજલ અને ચેતન ભેગા થયા હશે. લક્ષ્મીબેને ઘરની ચાવી ઘર નજીક આવેલી કારિયાણીની દુકાને આપી હતી. ત્યાંથી ઘરની ચાવી લઈને ઘર ખોલ્યું હતું જે બાદ બંનેએ આપઘાત કર્યો હતો.

