જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે સીસીટીવીના આધારે દંપતી સહીત તપાસમાં ખુલે તે તમામની શોધખોળ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના કિષ્ના, સુદામ નગર, ધોરાજી રોડ ઉપર રહેતા રાજુભાઈ પ્રભુદાસભાઇ ગેરીયા (ઉ.વ.60)ની ફરિયાદને આધારે ધર્મેન્દ્રભાઇ ફાગુભાઇ શાહ અને કિરણદેવી નામની મહિલા અને તપાસમાં જે ખુલે તે તમામના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવેલ કે જેતપુરમાં શરાફ બજાર ખાતે કિ જવેલર્સ નામની સોના ચાંદીની દુકાન ચલાવતા રાજુભાઈની દુકાને ગઇ તારીખ- 13/01/2026 ના રોજ એક મહિલા અને એક પુરૂૂષ આવ્યા હતા, પુરૂૂષે તેનું નામ ધર્મેન્દ્રભાઇ ફાગુભાઇ શાહ અને મહિલાએ તેનું નામ કિરણદેવી જણાવેલ તેમજ ધર્મેન્દ્રભાઈ એ જણાવેલ કે, અમે હાલ નવાગઢ ખાતે રહીએ છીએ, અને મુળ બિહારના છીએ.
અને તેની પાસે રહેલ એક સોનાનો હાર બતાવેલ અને કહેલ કે, તમે આ હાર ચેક કરીને, મને આ હારની કિંમત જણાવો. મારે બિજા ઘરેણા લેવાના છે. જેથી રાજુભાઈએ તે હારને ઘસીને ચેક કરતા, તે સોનાના હોવાનું લાગેલ, જેથી તે હારનો વજન કરતા 29.150 ગ્રામ થયેલ અને તેની કિમંત 2,97,000 ની જણાવેલ. રાજુભાઈએ જેથી તેમની પાસે આ હારનું બિલ ધર્મેન્દ્રભાઇએ હારનું જુનુ બિલ બતાવેલ, તેમજ તેનું પાનકાર્ડ પણ દેખાડેલ. બાદમાં ધર્મેન્દ્રભાઇએ કહેલ કે, મારે એક સોનાનો ચેઈન લેવાનો છે. જેથી રાજુભાઈએ તેમની પાસે રહેલ અલગ અલગ સોનાના ચેઇન દેખાડેલ, જેમાંથી તે બંન્ને એ એક સોનાનો ચેઇન પંસદ કરેલ, જેથી મે તેનો વજન કરતા, ચેઇનનો વજન 15.560 ગ્રામ, કિ.રૂૂ.2,30,000 જણાવેલ. રાજુભાઈને ધર્મેન્દ્રભાઇએ કહેલ કે, મારે વધતા પૈસામાંથી એક સોનાની વીંટી પણ લેવાની છે.
જેથી રાજુભાઈએ તેમને એક ઓમ લખેલ સોનાની વીંટી બતાવેલ, જેનો વજન 3.390 ગ્રામ, કિ.રૂૂ.50,370 હતી. ધર્મેન્દ્રને તે પંસદ આવતા, એક સોનાનો ચેઇન અને સોનાની વીંટી વેચેલ હતી. બાદમાં ધર્મેન્દ્રભાઇએ રાજુભાઈને કહેલ કે, તમે મારો સોનાનો હાર તમારી પાસે રાખો, અને હિસાબ કરી, બાકિના વધતા રૂૂ.16,700 આપો. જેથી મે તેમનો સોનાનો હાર મારી પાસે રાખી, હિસાબ કરી, તેમના વધતા રૂૂ.16,700 આપેલ હતા. બાદમાં ધર્મેન્દ્રભાઇએ રાજુભાઈને સંગીતાબેનના નામનું બિલ બનાવી દેવાનું જણાવેલ હતું જેથી રાજુભાઈએ તેમને સંગીતાબેનના નામનું બિલ બનાવી આપેલ હતું.ધર્મેન્દ્રભાઇએ રાજુભાઈને જણાવેલ કે, અમે બે ત્રણ દિવસ પછી પાછા આવીને અમારો સોનાનો હાર પાછો લઇ જશુ. અને તમને તમારા પૈસા પાછા આપી દેશુ. તેમ કહીને સોનાનો ચેઇન તથા સોનાની વીટી લઈને જતા રહેલ હતા.બાદમાં બે ત્રણ દિવસ પછી, તે લોકો મારી દુકાને પાછા આવેલ નહી, અને રાજુભાઈએ સોનાના હારને એસીડથી ચેક કરતા, તે હાર 10 ટકા સોનુ તથા બીજુ ધાતુનો નીકળેલ હતો. દુકાને ગાહક બનીને ખરીદી કરવા આવેલ ધર્મેન્દ્રભાઈ ફાગુભાઇ શાહુ અને તેની સાથે આવેલ કિરણદેવી નામ ની મહિલાએ 10 ટકા સોનુ તથા બીજી અન્ય ધાતુનો હાર રૂૂપીયા 2,97,000 માં વેચી દુકાનેથી રૂૂ.2,30,000ના અસલી દાગીના ખરીદ કરી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોધાવી હતી.
