Site icon Gujarat Mirror

રાજકોટમાં આઈ.ટી.આઈ.ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલા 76 લાખમાં ભ્રષ્ટાચાર

દિવ્યાંગ છાત્રા માટે બસ ખરીદવા ક્ષત્રિય અગ્રણી દ્વારા સરકારમાં રજૂઆત

વડાપ્રધાનના આગમન સમયે દિવ્યાંગ આઈ ટી આઈ રાજકોટને બસ ફાળવવાની એક રજુઆત કરવામાં આવી હતી. મનોદિવ્યાંગ, અંધ, અપંગ, બહેરામૂંગા બાળકોને તેમના ઘેરથી લાવવા તેમજ ઘેર મુકવા એક સ્વતંત્ર મીનીબસની આઈ ટી આઈને જરૂૂરિયાત છે. આઈ ટી આઈના તમામ બાળકો જાતે આવવા અસમર્થ હોવાથી જો તેમને આ સુવિધા મળે તો વાલી પણ નિશ્ચિન્ત બની શકે તેમ છે.

તાજેતરમા મળતી માહિતી અનુસાર આ વિભાગ ના ધૃતિ એચ જોષી મદદનીશ તાલીમ નિયામક દ્વારા નવી બસ ખરીદવા વિભાગની મંજૂરી મેળવી ખરીદવી જોઈએ, પણ તે બાબતે તેઓ નિષ્કાળજી રાખીને નિયામક નીતિનભાઈ સાંગવાનને ગેરમાર્ગે દોરીને ગામડાની બસનો નકામો ઓર્ડર કરાવી દેતા હોવાનું જાણમા આવેલ છે. વિભાગ ના મેનેજીંગ ડાઇરેક્ટર નાગાર્જુન તો એકદમ સરળ પ્રકૃતિ ધરાવે છે, પણ ગામડાની બસના વિભાગ ને બુદ્ધિ વગરના અધિકારીઓ પત્ર લખે છે જે તેમની દિવ્યાંગતાના કેસ મા પોતાની દિવ્યાંગતા રાખતા હોય તેમ જણાઈ આવે છે.

કૃપા પંડ્યા નામના અધિકારી દ્વારા ભૂતકાળમા 76 લાખ ફાળવવામાં આવ્યા હતા પણ એ બસ માટે કેમ વાપરવામાં ન આવ્યા તે તપાસ નો વિષય છે કે એ રૂૂપિયા કોઈ ખાઈ તો ગયા નથી ને? આખે આખા રોડ કે બિલ્ડીંગો ખાઈ જતા લોકો દિવ્યાંગની બસના રૂૂપિયા પણ ખાઈ જાય તો તેમા નવાઈ પામવા જેવું કશું નથી.
જે દિવ્યાંગો ને ઊંચકવા પડે તેવા દિવ્યાંગ માટે સહેજ પણ લાગણી નથી કારણકે એ અધિકારી કે નેતાઓના પોતાના છોકરા કે છોકરી દિવ્યાંગ નથી, હોય તો ખબર પડે અને બસ પણ તરત મળે. કે. કૈલાસનાથન જેવા કે એસ કે નંદા જેવા સચિવોના સમયમા લોકો પ્રત્યે કરુણા હતી પણ અત્યારે તો ક્યાંય કરુણા નથી. સાંસદ તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ વાપરતા નથી અને અંતે પરત જમા કરાવતા હોય છે, પણ આ કામમા કેમ ગ્રાન્ટ વાપરવી એની કોઠાસૂઝ કે આવડત કે દિવ્યાંગને મદદરૂૂપ ન થવાની નીતિ હોય તેમ જણાય છે. ગાય, ગરીબ, દિવ્યાંગ ઉપરની માનવતા મરી પરવારી હોઈ તેમ લાગે છે.

હું બળભદ્રસિંહજી ચુડાસમા ક્ષત્રિય આગેવાન તરીકે સરકારના આ વિભાગના ક્ષત્રિય આગેવાન અને મંત્રી બળવંતસિંહજી રાજપૂતને વિનંતી કરું છુ કે બીજા ભલે નિર્દય બને પણ ક્ષત્રિયધર્મ કે રાજધર્મ બને મુજબ આ બાળકો એમના હકદાર હોવાથી તેમને ન્યાય મળવો જોઈએ.

Exit mobile version