મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું સુચિત બજેટ કમિશનર દ્વારા તા. 31 જાન્યુઆરીના રોજ રજૂ કરવામાં આવેલ જેમાં મિલ્કતવેરા, ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સહિતના વેરામાં વધારો તેમજ નવા ફાયર વેરાની જોગવાઈ કરી પ્રજા ઉપર રૂા. 150 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. અને આ બજેટ સ્ટેન્ડીંગમાં રજૂ થતાં છેલ્લા એક સપ્તાહથી સભ્યો દ્વારા બજેટનો અભ્યાસ કરી નવાપ્રોજેક્ટોનો ઉમેરો તેમજ પ્રજા ઉપર નાખવામાં આવેલ કરબોજ હળવો કરવાનો પ્રયાસ કરી ફાઈનલ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જે આવતી કાલે 11 વાગ્યે સ્ટેન્ડીંગકમિટિની બેઠકમાં રજુ કરવામાં આવશે. ત્યાર બાદ આગામી જનરલ બોર્ડમાં મંજુરી આપી બજેટની અમલવારી શરૂ કરાશે.
બજેટમાં ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-94 હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને 2021-22, 2022-23 અને 2023-24ના રજુ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ/દસ્તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્ટ 1949ની કલમ-95 મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25 નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.443 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબતની જોગવાઈકરવામાં આવી છે.
તેવી જ રીતે આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.444 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે પાણી દર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.445 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.446 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.447 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે વાહન કર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.448 તા.31/01/2025 ,લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે થિએટર ટેક્ષ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.449 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.450 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.451 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.452 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ફાયર ટેક્સ(કર) નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર નં.453 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવાની જોગવાઈ કરવામાં આવી છે.