Site icon Gujarat Mirror

મટકીફોડ કાર્યક્રમના રૂા.32 લાખના ખર્ચનો વિવાદ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિતે પ્રથમ વખત યોજાયેલ મટકીફોડના કાર્યક્રમના ખર્ચનો વિવાદ વકર્યો છે અને કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ રૂા.32 લાખના ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા છે.
ડો.વસાવડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં સત્તા સ્થાને બીરાજેલ ભારતીય જનતા પક્ષે અયોધ્યામાં શ્રી રામને નામે લૂંટ કર્યા પછી હવે રાજકોટમાં શ્રી કૃષ્ણ ભગવાનને નામે પ્રજાનો પૈસો લૂંટવાની કોશીશ કરી છે.

જન્માષ્ટમીને દીવસે મટકી ફોડ ઉત્સવનું ટેન્ડર 17 લાખ રૂૂપીયાનું મંજુર કર્યું છે. આ ઉપરાંત 2 લાખ રૂૂપીયા ઓવર મંજુર કરી ને કુલ 19 લાખ રૂૂપીયા અને હવે બીલ મુકાણું છે. જેમનું ટેન્ડર મંજુર થયું છે તે એજન્સીઓ પાસે ઈલેકટ્રીક લાઈસન્સ, ફુડ લાઈસન્સ, વ. ન હોવાની માહીતી આવે છે.

સ્થળ ઉપર ટીનનો શેડ બન્યો નથી, ડોમ બનાવવાનો હતો તે બન્યો નથી, 200ને બદલે 60 જ ખુરશી મુકવામાં આવી હતી. ટીન શેડ ફુડ માટે બનાવવાનો હતો તે પણ બન્યો નથી. આ ઉપરાંત મ્યુઝીક અને ઓરકેસ્ટ્રાનો કોન્ટ્રાકટ “અપને વાલા”ને આપી કોર્પોરેશને પ્રજાના પૈસેની બે-ફામ લૂંટ કરવાનો સીલસીલો બંધ કર્યો નથી.
આ બાબત તરત જ શ્રી નેહલ શુકલા પ્રજા સમક્ષ ખુલાસો કરે અને ટેન્ડરની શરતમાં ન હોવા છતાં ત્રણ લાખ રૂૂપીયા એડવાન્સ કોને, કોણે અને શું કામ ચુકવ્યા તે પ્રશ્નનો જવાબ નેહલ શુકલા આપશે તેવી અપેક્ષા છે. તેમ અંતમાં ડો.હેમા્ંર વસાવડાએ જણાવ્યું છે.

Exit mobile version