Site icon Gujarat Mirror

જે ગ્રાહકોને પાઇપલાઇનથી ગેસ મળતો હોય તે LPG સિલિન્ડર રાખી નહીં શકે

વૈશ્વિક સ્તરે સર્જાયેલી અસ્થિરતા અને મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગેસ પુરવઠાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, જે ગ્રાહકોના ઘરે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) સુવિધા કાર્યરત છે, તેઓ હવે પોતાના ઘરે વધારાનો રાંધણ ગેસનો બાટલો (LPG સિલિન્ડર) રાખી શકશે નહીં.

PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોએ તેમનું જૂનું LPG કનેક્શન તાત્કાલિક ધોરણે સરેન્ડર કરવાનું રહેશે. સરકારી તેલ કંપનીઓ કે ડિસ્ટ્રિબ્યુટર્સ હવેથી આવા ગ્રાહકોને ગેસ સિલિન્ડર રિફિલ કરી આપશે નહીં.જો કોઈ ગ્રાહક નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમનું કનેક્શન કાપી નાખવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

રાજકોટ ડો.ઓમ પ્રકાશ અને પુરવઠા અધિકારી આશિષ ઝાપડા અધ્યક્ષ સ્થાને આજે સંબંધિત અધિકારીઓ અને ગેસ એજન્સીના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. “રાજકોટ શહેરમાં 4 લાખથી વધુ ઘરોમાં PNG લાઈન છે. જે ગ્રાહકો પાસે પાઈપલાઈન છે તેમને એજન્સીઓ દ્વારા બાટલો ભરી આપવામાં આવશે નહીં. જો કોઈના ઘરે બિનઅધિકૃત રીતે બાટલો મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.” તંત્ર દ્વારા તમામ ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સને સ્પષ્ટ આદેશ અપાયા છે કે ગ્રાહકોના ડેટા ચેક કરવા અને જેમના ઘરે પાઈપલાઈન પહોંચી ગઈ છે તેમને સિલિન્ડર સપ્લાય કરવો નહીં. આ નિર્ણયનો મુખ્ય હેતુ ગેસનો બિનજરૂૂરી સંગ્રહ રોકવાનો અને રાષ્ટ્રીય સ્તરે ઈંધણના જથ્થાનું વ્યવસ્થિત સંચાલન કરવાનો છે.

Exit mobile version