સચિન-ધોની-આમિર ખાન-રણવીરસિંહ-દીપિકા સહિતના સિતારા બન્યા અંબાણી પરિવારના મહેમાન
જામનગર નજીક ઝુરાસિક પાર્કને આંટ મારે તેવુ ‘વનતારા’ ઉભુ કરી વિશ્ર્વભરની હસ્તીઓને મુલાકાતે લાવનાર રિલાયન્સનાં અંબાણી પરિવારે હવે ગીરનાં જેંગલમા ભેસાણ તાલુકાનાં પાટવડ ગામમા વિશાળ જમીન ઉપર ‘ગીરતારા’ નું સજૃન શરૂ કર્યુ છે. સમયાંતરે ધાર્મિક સ્થળોએ દર્શને જતા અને આવા સ્થળોના વિકાસમા સતત દાન આપતા અંબાણી પરિવારે ‘ગીરતારા’ મા ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કર્યુ છે અને આ મંદિરમા યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા બોલીવુડનાં અનેક સ્ટાર્સ તેમજ સચિન તેંડુલકર અને ધોની જેવા ક્રિકેર્ટ પણ હાજર રહયા હતા.
આ ધાર્મિક પ્રસંગે આમિર ખાન, ગૌરી સ્પ્રેટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ક્રિકેટર સચીન તેંડુલકર સહિતના સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા. શિવજીના મંત્રોચ્ચાર વચ્ચે તમામ લોકો ભક્તિરસમાં તરબોળ જોવા મળ્યાં હતાં.
ગીરમાં અંબાણી પરિવારે શિવજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
તાજેતરમાં આ પ્રસંગનો વીડિયો વાઇરલ થયો છે. બિઝનેસમેન મુકેશ અંબાણી હવનમાં આહુતિ આપતા જોવા મળી રહ્યા છે. નીતા અંબાણી, દીકરી ઇશા અંબાણી, દીકરો આકાશ, અનંત અને પુત્રવધૂઓ શ્ર્લોકા અને રાધિકા ભગવાનની આરતી ઉતારતા નજરે પડે છે. પરિવારના જમાઇ પણ શ્રીફળ વધેરતા જોવા મળે છે.
ક્રિકેટર્સ અને બોલિવૂડ સેલેબ્સ ભક્તિમાં તરબોળ દેખાયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અંબાણી પરિવારની સાથે ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમના પત્ની અંજલી, મહેન્દ્રસિંહ ધોની અને તેમના પત્ની સાક્ષી, બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આમિર ખાન અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. સેલેબ્સે ભસ્મ આરતીનો લહાવો લીધો હતો. તેમજ શિવલિંગની આરતી ઉતારી, શિવજીના ભજન પણ ગાયા હતા.

