Site icon Gujarat Mirror

જનરલ બોર્ડમાં ફરી ધુણશે બાંધકામ અને ફ્લાવર બેડના પ્રશ્ર્નો

વિપક્ષી નેતાએ જૂના પ્રશ્ર્નોની ઉઘરાણી કાઢી, ફ્લાવર બેડના કારણે 99 બિલ્ડિંગોની પરવાનગી સ્થગિત કરાયા બાદ કેટલા બિલ્ડરોએ નાણા ભર્યા?

પાંચ વર્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ થયેલા ખર્ચ અને સ્વર્ણિમ ગ્રાન્ટનો હિસાબ પણ માગ્યો

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા આગામી તા.20 જાન્યુઆરીના રોજ મળનાર છે ત્યારે વિરોધપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ ગત તા.11/11/2025ના રોજ જનરલ બોર્ડમાં પુછેલા પ્રશ્ન અંગે વધુ એક વખત કોર્પોરેટન તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

હાલના કોર્પોરેટરોની પાંચ વર્ષની મુદત પુર્ણ થવામાં છે છતાં માત્ર 14 કોર્પોરેટરોએ કુલ 31 પ્રશ્નો પુછયા છે. જેમાં શાસકપક્ષ ભાજપના 11 સભ્યોએ 22 અને કોંગ્રેસના કોર્પોરેટરોએ 9 પ્રશ્નો પુછયા છે.

દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આગામી તારીખ 20 1 2026 ના રોજ મળનાર જનરલ બોર્ડમાં બાંધકામ પરવાનગીને લગતા પ્રશ્નો પૂછવામાં આવેલ છે પ્રશ્ન નં.1 રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ માં તારીખ 11 11 2025 સુધીમાં કુલ જુદા જુદા વોર્ડમાંથી 49 બિલ્ડીંગની સ્થળ ચકાસણી પૂરી કરી હતી તે પૈકી આઠ બાંધકામોને ભોગવટા પરવાનગી આપવાની અનુમતિ આપે આપેલ છે તો તેમાંથી કેટલા બાંધકામોના પૈસા ભરાયા અને જો નથી ભર્યા તો તેની સામે આપે શું શું પગલાં લીધા અને જો આપે પગલાં ન લીધા હોય તો ભવિષ્યમાં પગલાં લેવા માંગો છો કે નહીં? તા.12-11-2025 થી 12-1-2026 સુધીમાં ફ્લાવર બેડના કારણે ભોગવટા પરવાનગી કેટલી બિલ્ડિંગોને આપી 99 પરવાનગી જે સ્થગિત છે તેમાં આપે કયા કયા પગલાં લીધા નવી અરજીઓ કેટલી આવી તા.16-10-2025 રાજ્ય સરકાર તરફથી બિલ્ડીંગ પ્રોજેક્ટમાં ફ્લાવર બેડ બાલકની વગેરે પ્રકારના આર્કિટેક્ચરલ પ્રોજેક્શન બાબત જે હુકમ થયો તેમાં ફાયદો કોને થયો? કોર્પોરેશન પગલા લેતી નથી બિલ્ડરો નાણા ભરતા નથી અને અંતે તો પ્રજા કે જેને ફ્લેટ લીધા છે તે પીસાઈ રહ્યા છે લોન મળવામાં તકલીફ છે કમ્પ્લેશન નથી તો અન્ય કેટલીક પ્રકારની મુશ્કેલીઓ પ્રજા ભોગવી રહી છે તેની સામે કોઈ કાર્યવાહી કાયદેસરની થશે કે નહીં તેવુું પુછેલ છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો કયા હેતુસર કેટલી રકમનો ખર્ચ થયો તેમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી લેવાપાત્ર ખર્ચ કેટલો અને સામાન્ય સભામાં મંજૂરી લેવાપાત્ર ખર્ચ કેટલો ખર્ચને મંજૂરી લેવામાં આવી છે કે નહીં દરેક ખર્ચ મંજૂરીની તારીખ સહિતની વિગતો માંગી છે તેમજ તારીખ 12- 1-2026 ના રોજ રાજકોટમાં સ્વર્ણિયમ ગ્રાન્ટ કેટલી છે ચાલુ વર્ષ દરમિયાન કેટલી ગ્રાન્ટ આવી ક્યાં ક્યાં ખર્ચ કર્યો ચૂકવવાના બાકી કેટલા છે બજેટમાં દર્શાવ્યા મુજબની ગ્રાન્ટ મળી છે કે કેમ ન મળી હોય તેના કારણો માંગ્યા છે.

આ સિવાય જનરલ બોર્ડમાં મુકવામાં આવેલી કુલ 12 દરખાસ્તોમાંથી 8 દરખાસ્તો માત્ર નામકરણની જ છે જયારે રેલવે જંકશન રોડ ઉપર દુર કરાયેલ દુકાનોના માલિકોને વૈકલ્પીક જમીન ફાળવવાની પણ દરખાસ્ત મુકવામાં આવી છે.

નામકરણની દરખાસ્તોમાં મુખ્યત્વે મવડીમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષને ‘અટલબિહારી વાજપેયી’નું નામ આપવાની, રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર આવેલા ગાર્ડનને ‘વિર શહીદ હમીરસિંહજી ગોહીલ’ નામ આપવાની, જે.કે. ચોકથી નીલસિટી કલબ તરફના રોડને ‘ઉમિયાજી માર્ગ’ નામ આપવાની, લાલપરી મેલડી મંદિર પાસે આવેલ ચોકને ‘સરદાર પટેલ ચોક’ નામ આપવાની તેમજ ગોંડલ રોડ ઉપર લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય સામેના માર્ગને ‘આઇશ્રી સોનલમાંં માર્ગ’ નામ આપવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં મુકવામાં આવી છે.

Exit mobile version