અનેકના નામ કમી કરવાના ફોર્મ બારોબાર ભરાઈ ગયા : કોંગ્રેસે કરેલા ગંભીર આક્ષેપો
મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં સરકારી તંત્ર દ્વારા ભાજપ સરકારના ઈશારે ચોક્કસ વિસ્તાર અને ચોક્કસ વર્ગ/જ્ઞાતિના અસંખ્ય લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના ષડ્યંત્રનો કોંગ્રેસપક્ષ દ્વારા પર્દાફાશ કરી આ મુદ્દે પોલીસમાં ફોજદારી ફરિયાદ અને ત્યાર પછી કાનૂની લડત આપવામાં આવશે.
જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી ચાલતી હોવાના મુદ્દે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, અને આ સમયે જામનગર શહેરના જ 40 જેટલા નાગરિકોને રૂૂબરૂૂ હાજર રાખી નામ કમી કરવાની પ્રક્રિયા અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદમાં દૃષ્ટાંત રૂૂપે જ આ અરજદારોને હાજર રાખવામાં આવ્યા હતાં, બાકી હજારો લોકોનું નામ કમી થઈ ગયાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે તેમ જણાવાયું હતું.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા એ જામનગર શહેર/જિલ્લો તથા હાલારમાં એસઆઈઆરની લોકોના મતાધિકાર છીનવી લેવા જેવી ચાલી રહેલી કામગીરી સામે કોંગ્રેસ દ્વારા ચલાવવમાં આવી રહેલી લડતની વિગતો રજૂ કરી હતી. પૂર્વ સાંસદ અને હાલારના કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિક્રમભાઈ માડમે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચોક્કસ વિસ્તારના અને ચોક્કસ વર્ગ/જ્ઞાતિના લોકોના નામ કમી કરવાનું ષડ્યંત્ર ભજપના ઈશારે ચાલી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈ રાજ્યમાં છેલ્લા રપ-રપ વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે ભાજપ શા માટે મતદાર યાદીમાંથી નામો કમી કરવાની આટલી કવાયત કરે છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોટા ગામનું ઉદાહરણ આપી તેમણે જણાવ્યું હતું કે મહદ્અંશે મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામના 600 મતદારોમાંથી ગામના અસંખ્ય સહિત 300 જેટલા મતદારોના નામ કમી કરી દેવાયા છે. જિલ્લામાં ર8,000 નામો કમી કરાાયા છે ત્યાં 40 જેટલા વ્યક્તિઓ પોલીસમાં ફરિયાદ કરવા રૂૂબરૂૂ ગયા તો પોલીસ વિભાગે ફરિયાદ લેવાનો ઈન્કાર કરી દીધો. હવે કોર્ટનો આશરો લેવો પડશે.
જામનગર શહેરના 40 જેટલા પરિવારોમાંથી એક-એક- એક વ્યક્તિને પત્રકારો સમક્ષ બોલાવવામાં આવ્યા હતાં. જેમાંથી એક તો વર્ષોથી સરકારી નોકરી કરતો હોવા છતાં તમે મતદાર નથી, તમે ભારત દેશના નાગરિક નથી, તમે નાગરિક છો તેવા આધાર-પુરાવા રજૂ કરો તેવા ફોન-સૂચના-નોટીસો મળી છે. કોંગ્રેસના નેતાએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે ભાજપના કાર્યાલયમાંથી ફોન નં. 7 નું વિતરણ કરી આ પ્રકારની ગોબાચારી કરવામાં આવી રહી છે. એક-બે વ્યક્તિના ઉદાહરણો રજૂ થયા, જેમાં એક વ્યક્તિએ 111 જેટલા ફોર્મ-7 ભરીને નામ કમી કરવાની હરકત કરી. આ નામની કોઈ વ્યક્તિ જ નથી, તેનો મોબાઈલ નંબર પણ ખોટો હોવાનું જણાવ્યું છે. આ પત્રકાર પરિષદમાં મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર સહારાબેન મકવાણા, કોર્પોરેટરો આનંદભાઈ રાઠોડ, કાસમભાઈ જોખિયા, મીડિયા ઈન્ચાર્જ સંજયભાઈ કાંબરિયા, શહેર મહામંત્રી પ્રવિણભાઈ જેઠવા, અન્ય હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

